પાવીજેતપુર,તા.ર૮
પાવીજેતપુર પીએસઆઈ વિરૂધ્ધ ભાજપાના નેતાઓ સાથે ગ્રામજનો દ્વારા પોલીસ સ્ટેશન સામે પ્રતીક ઉપવાસ કરી વિરોધ કર્યો
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના વાવ ગામના રહીશ રાઠવા રસીકભાઈ બન્દુભાઈ તથા રાકેશભાઈ શંકરભાઈ રાઠવા બન્ને વચ્ચે છોકરી બાબતે ઝઘડો થતા બોલાચાલી થયેલ જે અંગે પોલીસ ફરિયાદ થતા ર૦-૧ર-૧૭ના રોજ રસિકભાઈ તથા તેમની પત્નીને પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ બારોટે પૂરી દીધેલ. પોલીસ સ્ટેશનમાં ગયેલ ત્યારે પીએસઆઈ બારોટે તથા અન્ય ત્રણ પોલીસવાળાઓએ જામીન માટે ર૦,૦૦૦/- રૂપિયાની માગણી કર્યાનો આરોપ હતો. તેથી પીએસઆઈ બારોટે લલ્લુભાઈને બાનમાં રાખી ગમે તેમ ગાળો બોલી ઢોરમાર મારેલ તેમજ માફી પત્ર લખાવી કોઈને નહી કહેવાની ધમકી આપેલ.
આ અંગે વાવના રહીશોએ ડીએસપી છોટાઉદેપુરને લેખિતમાં ફરિયાદ આપી પીએસઆઈ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતા આજરોજ ભાજપાના જિ. પ્રમુખ જશુભાઈ રાઠવા મયુર પટેલ, વિઠ્ઠલભાઈ રાઠવા વગેરે બીજેપીના નેતાઓ સાથે વાવના ગ્રામજનો પાવીજેતપુર પોલીસ સ્ટેશન સામે બેનરો લગાવી પ્રતીક ઉપવાસ ઉપર ઉતર્યા હતા તેમજ પાવીજેતપુર મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી પી.એસ.આઈ. બારોટ વિરુધ્ધ એફઆઈઆર દાખલ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.