(એજન્સી) નવી દિલ્હી, તા.રર
PUCL૧૬ ઓક્ટોબરની રાત્રે ભવાનીપટનાથી રેન્ડલ સિક્વેરા અને લક્ષ્મણ નાઈકની ધરપકડની નિંદા કરે છે. ઓડિશાના રાયગડા અને કાલાહાંડી જિલ્લામાં સિજીમાલી (જેને સ્થાનિક રહેવાસીઓ ‘તિજમાલી’ કહે છે) ખાતે વેદાંતાની બોક્સાઈટ ખાણનો વિરોધ કરી રહેલા દલિત-આદિવાસી નેતાઓ અને કાર્યકરોની ધરપકડની શ્રેણીમાં આ સૌથી તાજી ઘટના છે. અમે તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરીએ છીએ અને બંધારણીય રીતે સુરક્ષિત એવા શાંતિપૂર્ણ આંદોલનને ગુનાહિત ઠેરવવાની પ્રક્રિયા બંધ થવી જોઈએ તેમ ઈચ્છીએ છીએ. લક્ષ્મણ નાઈક ‘મા માટી માલી સુરક્ષા મંચ’ સાથે સંકળાયેલા એક દલિત કાર્યકર છે. આ એક મુખ્ય જન આંદોલન છે જે તિજમાલી, કુત્રુમાલી અને ખંડુઆમાલી ટેકરીઓને બોક્સાઈટ ખાણકામથી બચાવવા માટે કાર્યરત છે. તેમણે સ્થાનિક આદિવાસી સમુદાયોને સંગઠિત કરવામાં અને તેમને પોતાની જમીનના રક્ષણ માટે તથા તિજમાલીમાં વેદાંતાની ખાણ માટે થતા જમીનના બળજબરીપૂર્વકના અધિગ્રહણનો વિરોધ કરવા માટે એકજૂથ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. રેન્ડલ સિક્વેરા એક ડૉક્ટર છે, જેમણે આ ક્ષેત્રના આદિવાસી સમુદાયો વચ્ચે કામ કર્યું છે અને તેમની જમીન બચાવવાના સંઘર્ષમાં તેમની સાથે એકતા દર્શાવી છે. તેઓ ‘મેડિકો ફ્રેન્ડ સર્કલ’ અને ‘જન સ્વાસ્થ્ય અભિયાન’ના સભ્ય પણ છે. ૧૬ ઓક્ટોબરની રાત્રે લગભગ ૧૦ઃ૪૫ વાગ્યે, પોલીસ અધિકારીઓ બે જીપમાં આવ્યા (જેમાંના ઘણા સાદા વસ્ત્રોમાં હતા) અને ભવાનીપટનામાં રેન્ડલ સિક્વેરાના નિવાસસ્થાને પ્રવેશ્યા, જ્યાં લક્ષ્મણ નાઈક પણ હાજર હતા. તેમના ફોન છીનવી લેવામાં આવ્યા અને મધ્યરાત્રિએ તેમને બળજબરીથી ટાઉન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. ૧૭ ઓક્ટોબરના રોજ સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ઃ૩૦ વાગ્યા સુધી, તેમના વકીલો, પરિવારજનો અને મિત્રોને તેઓ ક્યાં છે તેની કોઈ જાણકારી નહોતી. ત્યારબાદ તેમને રાયગડામાં સબ ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (SDJM) સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને ૧૫ દિવસની ન્યાયિક કસ્ટડીમાં (જેલ હવાલે) મોકલી દેવામાં આવ્યા. ધરપકડ સમયે તેમને લેખિતમાં કે અન્ય કોઈ રીતે ધરપકડના કારણો જણાવવામાં આવ્યા ન હતા અને તેમને તેમના વકીલો સાથે વાત કરવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. આ બાબત બંધારણની કલમ ૨૨(૧)નું ઉલ્લંઘન કરે છે, જે ધરપકડના કારણો જાણવાના અને વકીલની સલાહ લેવાના અધિકારની ખાતરી આપે છે. આ ઉપરાંત, તે સુપ્રીમ કોર્ટના વારંવાર આપવામાં આવેલા નિર્દેશોનું પણ ઉલ્લંઘન કરે છે; જેમાં ‘ડી.કે. બસુ વિરૂદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય’, ‘પંકજ બંસલ વિરુદ્ધ ભારત સંઘ’ અને ‘પ્રબીર પુરકાયસ્થ વિરુદ્ધ રાજ્ય (દિલ્હીની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ)’ જેવા કેસોમાં અપાયેલા નિર્દેશોનો સમાવેશ થાય છે. આ બંનેની ધરપકડ કેસ નંબર ૮૫ના સંદર્ભમાં કરવામાં આવી હતી. આ કેસ ૬ અને ૭ એપ્રિલ ૨૦૨૬ની આસપાસ બનેલી ઘટનાઓ સાથે સંબંધિત છે અને તેમાં ૨૬ નામજોગ વ્યક્તિઓ તથા ૧૦૦થી વધુ અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. એફઆઈઆર (હ્લૈંઇ)માં સિકેરા કે લક્ષ્મણ નાઈક – બંનેમાંથી કોઈનું પણ નામ નથી.