Site icon Gujarat Today

પૂજારા ટેસ્ટ રેંકિંગમાં ત્રીજા સ્થાને

કોલંબો, તા. ૯
ચેતેશ્વર પુજારા આઈસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં શાનદાર દેખાવ કરીને હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. હાલમાં શ્રીલંકા સામે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં એક પછી એક સદી પુજારાએ ફટકારી છે. શરૂઆતની બંને ટેસ્ટ મેચોમાં પુજારાએ સદી ફટકારી છે. આઈસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગની વાત કરવામાં આવે તો આમા ભારતીય બેટ્‌સમેનોનું પ્રભુત્વ રહ્યું છે. અલબત્ત પ્રથમ સ્થાને ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટિવ સ્મિથ અને બીજા ક્રમે જોઇ રુટ રહ્યો છે પરંતુ આ યાદીમાં ટોપ પાંચમાં ભારતના ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી સામેલ છે. આ ઉપરાંત રહાણે છઠ્ઠા સ્થાને છે. ભારતીય ટીમે છેલ્લે સતત આઠ ટેસ્ટ શ્રેણી જીતી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ શાનદાર દેખાવ બદલ કેટલાક ખેલાડીઓની ભૂમિકા ચાવીરુપ રહી છે.
ટેસ્ટ બેટ્‌સમેનોની યાદી

બેટ્‌સમેન ટીમ રેટિંગ
સ્મિથ ઓસ્ટ્રેલિયા ૯૪૧
રુટ ઇંગ્લેન્ડ ૮૯૧
પુજારા ભારત ૮૮૧
વિલિયમસન ન્યુઝીલેન્ડ ૮૮૦
કોહલી ભારત ૮૧૩
રહાણે ભારત ૭૭૬

Exit mobile version