National

ભીમા-કોરેગાંવ હિંસા પાછળ હિન્દુ સંગઠનો જવાબદાર : પૂણેના ડેપ્યુટી મેયરનો દાવો

(એજન્સી) તા.પ
ભીમા-કોરેગાંવ જાતિ આધારિત રમખાણો અંગે પોલીસ અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલા દાવાઓને નકારતાં પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર સિદ્ધાર્થ ધાંડેએ કહ્યું હતું કે સરકાર અને પોલીસ બકવાસ કરી રહી છે. તેઓ જૂઠ્ઠા દાવા કરે છે કે ભીમા-કોરેગાંવ હિંસાને કોઇ નક્સલીઓ સાથે સંબંધ હતા. ધાંડેએ દાવો કર્યો હતો કે ભીમા-કોરેગાંવ રમખાણો પાછળ હિન્દુ સંગઠનો, મનોહર ભીડે અને મિલિંદ એકબોટેએ કાવતરું ઘડ્યું હતું. આ લોકો જ ભીમા-કોરેગાંવ રમખાણો માટે જવાબદાર છે. તેમણે દાવો કર્યો હતો કે રમખાણોની એક રાત પહેલા જ કેરોસીનથી ટેન્કરો ભરીને તૈયાર રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ રમખાણો કોઈ ઓચિંતા થયા ન હતા પણ તેમની પહેલાથી જ તૈયારીઓ કરવામાં આવી હતી અને આ તમામ ઘટનાઓ પૂર્વાયોજિત હતી. ધાંડે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા(આરપીઆઇ)ના નેતા છે અને કોલ્હાપુર રેન્જના સ્પેશિયલ ઇન્સ્પેક્ટર ઓફ જનરલ વિશ્વાસ નાનગરે પાટિલ સાથે મુલાકાત કર્યા બાદ આઠવલે ગ્રુપે ભીમા-કોરેગાંવ, વધુ-બરદૂક, સાણસગાંવ અને અન્ય રમખાણ પીડિત ગામડાઓની મુલાકાત લીધી હતી. પાટિલે પોલીસના સહયોગથી એક સમિતિની રચના કરી હતી અને આ સમિતિને એક અહેવાલ રજૂ કરવાની જવાબદારી સોંપી હતી. ધાંડેએ દાવો કર્યો હતો કે અમે પીડિત ગામમાં લોકો સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે અમે અહીં એલગાર પરિષદ અને રમખાણો વચ્ચેના સંબંધોને ચકાસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તપાસકાર સભ્યોની સમિતિએ નોંધ લીધી હતી કે એલગાર પરિષદમાં જે ભાષણો આપવામાં આવ્યા હતા તેમાં અને અન્ય રમખાણો વચ્ચે કોઇ સામ્યતા નહોતી. તેમની વચ્ચે કોઇ સંબંધો નહોતા. નોંધનીય છે કે આ રમખાણો ૧ જાન્યુઆરીના રોજ થયા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.