પંજાબમાં મુસ્લિમ બિરાદરોએ ઐતિહાસિક લાલ મસ્જિદના દ્વાર શીખ સમુદાય માટે ખોલી નાંખ્યા, કહ્યું લંગર લગાવો

(એજન્સી)
પંજાબ, તા.૩૦
પંજાબના ફતેહગઢ સાહિબમાં મુસ્લિમ બિરાદરોએ શીખ સમુદાયના ત્રણ દિવસીય શહીદી મેળા માટે ઐતિહાસિક મસ્જિદના દ્વાર ખોલી કોમી એકતા અને ભાઈચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ રાજ્યના ફતેહગઢ સાહિબમાં શીખ સમુદાયનો શહીદી મેળો ત્રણ દિવસ ચાલનાર છે. આ મેળો ગુરૂ ગોવિંદસિંહના નાના પુત્ર સાહિબ જાદાસના શહીદ હોવાની યાદમાં મનાવવામાં આવે છે. અહેવાલ મુજબ મુસ્લિમ બિરાદરોએ ત્રણ દિવસીય શહીદી મેળા માટે ઐતિહાસિક લાલ મસ્જિદના પરિસરમાં લંગર બનાવવા અને વહેંચવાની પરવાનગી આપી હતી. મુસ્લિમ સમુદાય દ્વારા બે વર્ષ પહેલાં જ આ લાલ મસ્જિદનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ફતેહગઢ સાહિબ સ્થિત લાલ મસ્જિદ મુગલકાળ સાથે સંબંધ ધરાવે છે જે શેખ અહેમદ ફારૂકી સિરહિંદીના પૌત્ર સૈફુદ્દીનને સમર્પિત છે.
આ મુદ્દે બાથો ગામના રહેવાસી ચરણજીતસિંહ છન્નીએ જણાવ્યું કે, મુસ્લિમ સમુદાય તરફથી શહીદી મેળામાં લંગર લગાવવાની પરવાનગી મળી ગઈ છે. આ મસ્જિદના બેઝમેન્ટનો ખાણી-પીણીની વસ્તુઓ મૂકવા માટે ઉપયોગ કરવા દેવામાં આવ્યો છે. ફતેહગઢ સાહિબમાં બંને ગામના ગુરૂદ્વારા તરફથી આ લંગરનું આયોજન કરવામાં આવ્યું છે. મુસ્લિમ ઈન્ચાર્જની પરવાનગી મળ્યા બાદ મુસ્લિમ બિરાદરોએ શીખ ધર્મના કાર્યક્રમ માટે પોતાની જમીનનો ઉપયોગ કરવા દેવાની પરવાનગી અપાતા શીખ સમુદાયમાં ખુશી પ્રવર્તી રહી છે. લાલ મસ્જિદના ઈન્ચાર્જ ખલીફા સૈયદ મોહમ્મદ સાદિક રઝાએ શીખ સમુદાયના કાર્યક્રમમાં પોતાનો ફાળો આપી શક્યા બદલ ખુશી વ્યક્ત કરી હતી. ખલીફાએ જણાવ્યું કે, બીજા ધર્મના લોકોમાં અલગ ધર્મના લોકો માટે કોઈ ખોટી માન્યતાઓ નથી પરંતુ સત્તારૂઢ લોકો અને રાજકારણી નેતાઓ તેમની વચ્ચે ભાગલા પડાવવા માંગે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks