(એજન્સી) નવી દિલ્હી, તા.૧
મંગળવારે ર જુલાઈના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. સમગ્ર વિશ્વના લોકો આ ખગોળીય ઘટનાની સાક્ષી પૂરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે. ભારતીય સમય મુજબ સૂર્યગ્રહણ મંગળવારે રાત્રે ર જુલાઈના રોજ ૧૦ઃરપના રોજ શરૂ થશે. આ ૪ મિનિટ ૩૩ સેકન્ડ સુધી ગ્રહણ રહેશે. ઓગસ્ટ ર૦૧૭માં થયેલ છેલ્લા પૂર્ણ સૂર્યગ્રહણની સરખામણીએ આ ગ્રહણ બે ગણા સમય સુધી રહેશે. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા આ સૂર્યગ્રહણનું જીવંત પ્રસારણ કરશે. જો કે ભારતમાં સૂર્યગ્રહણ જોઈ શકાશે નહીં. આ સૂર્યગ્રહણ ચિલી, આર્જેન્ટિના અને દક્ષિણ પેસેફિક ક્ષેત્રમાં લગભગ ૬૦૦ માઈલ સુધી દેખાશે પરંતુ દક્ષિણ એશિયાઈ દેશોમાં સૂર્યગ્રહણ નહીં જોવા મળે. સૂર્યગ્રહણનું આધ્યાત્મિક અને ધાર્મિક મહત્ત્વ જે હોય તે વૈજ્ઞાનિક રૂપે જ્યારે સૂર્યની પ્રદક્ષિણા કરતા ચંદ્ર અને પૃથ્વી એક સાથે સૂર્યની સામે આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર હોય છે જે સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા રોકે છે. ભારતમાં સૂર્યગ્રહણ ર૬ ડિસેમ્બરના રોજ દેખાવવાની આગામી શક્યતા છે. જો કે, હવે પૂર્ણ સૂર્યગ્રહણ ડિસેમ્બર ર૦ર૦માં દેખાશે.