Gujarat

અમદાવાદથી ધોળકા જવા સાંજે પૂરતી એસટી બસો ના મૂકાતાં મુસાફરો પરેશાન

(સંવાદદતા દ્વારા) ધોળકા, તા. ર૬
અમદાવાદથી સાંજના સુમારે ધોળકા જવા માટે પુરતી અને નિયમિત બસો એસટી તંત્ર દ્વારા દોડાવવામાં ના આવતા સંખ્યાબંધ મુસાફરો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડે છે. ધોળકા એસટી ડેપો દ્વારા સાંજના પાંચથી સાત વાગ્યા દરમ્યાન ગીતામંદિર (અમદાવાદ) એસટી સ્ટેન્ડથી દર ૧પ મિનિટે ધોળકા જવા માટે બસ સુવિધા ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધોળકા એસટી ડેપોના ધાંધિયા ફરીથી શરૂ થઈ ગયા છે. બ્રોડગેજના કામ સંદર્ભે ટ્રેનો બંધ થવાથી મોટી સંખ્યામાં લોકો ધોળકા-અમદાવાદ વચ્ચે દોડતી એસટી બસોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. એસટી તંત્રની આવક પણ વધી છે. છતાં મુસાફરોને સંતોષકારક સુવિધા મળતી નથી. સાંજે ૬.૩૦ વાગ્યે અને ૮.૩૦ વાગ્યે સરખેજથી ધોળકાની શટલ બસ ચાલુ તો કરવામાં આવી છે. પરંતુ રેગ્યુલર આવતી ના હોવાની બૂમો ઉઠી છે. સરખેજથી ધોળકાની શટલ બસોનો સમય સાંજે ૬ અને ૭ વાગ્યાનો કરવામાં આવે એવી માગણી નોકરિયાતો કરી રહ્યા છે. સાંજે પ વાગ્યાથી ૭ વાગ્યા વચ્ચે ગીતામંદિરથી ધોળકા વચ્ચે પુરતી બસો દોડાવાતી નથી. પિક અવર્સમાં મુસાફરોની સંખ્યા ખૂબ હોય છે. એક બસ ઉપડે એટલે ૧પ મિનિટમાં જ ૪૦થી પ૦ મુસાફરો ધોળકા તરફ જવા ગીતામંદિર બસ સ્ટેન્ડ આવી જાય છે, પરંતુ અડધી કલાકે એક બસ મૂકાતાં ઘેટા-બકરાની જેમ લોકોને બેસવું પડે છે. શામળાજી-ધોળકા રૂટની બસને વાયા કેલીયા વાસણા કરી નાખવામાં આવતા લોકોમાં રોષ છે. પાંચ વાગ્યે પાવાગઢ-ધોળકા બસ ઉપડ્યા બાદ છેક પ.૪પ વાગ્યે ધોળકાની બસ આવે છે અને તે પણ મીની બસ ત્યારબાદ સાત વાગ્યા સુધી આમ જ બસોના ધાંધિયા ચાલે છે. ધોળકા એસટી ડેપો મેનેજર યુ.આર. ગરાસિયા મેડમ આ બાબતને ગંભીરતાથી લઈને અમદાવાદ ગીતામંદિર બસ સ્ટેન્ડથી સાંજે પાંચ વાગ્યાથી દર ૧પ મિનિટે એક બસ ધોળકા માટે વાયા રનોડા ઉપાડવામાં આવે તેવું નવું ટાઈમ ટેબલ બનાવે તેમ દરરોજ અપડાઉન કરતા નોકરિયાતો વિદ્યાર્થીઓ, આમ મુસાફરો ઈચ્છી રહ્યા છે. જો મુસાફરોની માગણી તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે તો ધોળકા એસટી ડેપો ખાતે ધરણા-પ્રદર્શન સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી મુસાફરોએ ઉચ્ચારી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.