(એજન્સી) નવી દિલ્હી, તા.૬
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ દેશમાં વધી રહેલ ધ્રુવીકરણની રાજનીતિને વખોડતાં કહ્યું કે દેશ ભાગલા તરફ વધી રહ્યો છે. એક વર્તમાન પત્ર સાથેની વાતચીત દરમિયાન પ્રણવ મુખરજીએ કહ્યું કે એવું લાગે છે કે, દેશ વિખંડિત થઈ રહ્યો છે. એવી રાજનીતિનો શું ફાયદો જેનાથી દેશ પોતે વિભાજિત થઈ રહ્યો હોય. મુખરજીનું માનવું છે કે, આ પ્રકારની રાજનીતિ લોકોને ભ્રમિત કરવા માટેનું ષડયંત્ર છે જેનાથી લોકોનું ધ્યાન આર્થિક વિકાસમાં મંદી અને બેરોજગાર જેવા અગત્યના મુદ્દાથી હટાવી શકાય. સર્વોચ્ચ સંવૈધાનિક પદ છોડ્યા બાદ પણ પ્રણવ મુખરજી ચિંતામુક્ત થયા નથી. ૧૪મી ઓકટોબરે તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ સરસૈયદ અહમદખાનની દ્વિશતી જન્મજયંતીના અવસરે અલીગઢ મુસ્લિમ યુનિ.માં તેઓ વિદ્યાર્થીઓને સંબોધિત કરશે તેમજ આગામી મહિનાઓમાં પણ તેઓ જુદી જુદી જગ્યાએ વિદ્યાર્થીઓને સંબોધિત કરશે.
Facebook
0
Twitter
0