મુંબઈ,તા.ર૩
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર ઝહીરખાનએ પોતાની મંગેતર અને ‘ચક દે ઈન્ડિયા’ ફેમ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ રજિસ્ટર્ડ લગ્ન કર્યા જેમાં પરિવારજનો અને નજીકના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ર૭મી નવેમ્બરે ફાઈવસ્ટાર હોટલમાં તેમનું તાજમહેલ પેલેસ રિસેપ્શન યોજાશે જેમાં ક્રિકેટ અને બોલિવુડની કેટલીય હસ્તીઓ હાજરી આપશે. સાગરિકા અને ઝહીરખાનએ આ વર્ષની એપ્રિલમાં સગાઈ કરી હતી. દસ વર્ષ અગાઉ શાહરૂખખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયાથી તેણીએ ફિલ્મ ક્ષેત્રે પર્દાપણ કર્યું હતું. સાગરિકાએ મરાઠી અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ભારતના ઝડપી બોલર ઝહીરએ ઓકટોબર ર૦૧પમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દીધું હતું.
Facebook
0
Twitter
0