(એજન્સી) દુબઇ, તા.૧૯
ચાલુ વર્ષના મે મહિનામાં કતારના અરેબિયનની ખોટી અને ભડકાઉ ટિપ્પણી પોસ્ટ કરવાના લીધે ધ યુનાઇટેડ આરબ અમિરાતે કતારની સરકારના સોશિયલ મીડિયા અને ન્યુઝ સાઇટ્સ હેક કરવાની તૈયારી કરી હતી, તેના કારણે રાજકીય સંઘર્ષ ઉભો થયો હતો.શેખ તમિમ બિન હમાદ અલ થાનીએ હમાસની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ઇરાનમાં અગાઉ ઇસ્લામિક સત્તા હતી.તેની પ્રતિક્રિયા રૂપે ૫ જૂનના રોજ યુએઇ,ઇજિપ્ત અને બહેરિને આતંકવાદનું સમર્થન કરવાનોે આરોપ લગાવીને કતાર સાથેના રાજદ્વારી સંબંધો કાપી નાંખ્યા હતા.કતારે મે મહિનાના અંત ભાગમાં કહ્યું કે હેકરોએ અરેબિયનની ખોટી ટિપ્પણી પોસ્ટ કરી છે. આ દલીલ માનવાનો ખાડી દેશોએ ઇન્કાર કરી દીધો હતો. આ પોસ્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે યુએસના ઇન્ટેલીજન્સ ઓફિસરને તજેતરમાં મળેલી માહિતી અનુસાર યુએઇ સરકારના ઉચ્ચ અધિકારીઓ કતારની સરકારની વેબસાઇટ હેક થઇ તેના આગલા દિવસે એટલે કે ૨૩ મે ના રોજ આ સાઇટ હેક કરવાની યોજના અંગે ચર્ચા કરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે તે હજુ સ્પષ્ટ નથી કે યુએઇની સરકારે આ વેબસાઇટ હેક કરી છે કે હેક કરવા માટે પૈસા ચૂકવ્યા છે. યુએઇના રાજદૂત યુસુફ અલ-ઓતાઇબાએ આ રિપોર્ટને ખોટો કહીને આ રિપોર્ટને નકારી કાઢ્યો હતો. તેમણે જણાવ્યું કે “જો કંઇ સાચું હોય તો તે કતારની વર્તણૂંક છે. તાલિબાનના આતંકીઓને હમાસ અને કદાફીમાં સક્રિય કરવા, તેમને ભંડોળ પુરૂં પાડવું અને તેમનું સમર્થન કરવું એ કતારનું કાર્ય છે. કતાર કટ્ટરતાને પ્રોત્સાહન આપે છે, હિંસા ભડકાવે છે અને તેના પાડોશી રાષ્ટ્રોમાં અસ્થિરતા ઊભી કરે છે.” આ અંગે યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટે કોઇપણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.