ન્યુયોર્ક,તા.પ
જુઆન માર્ટિન ડેલ પોત્રોએ બે સેટ હાર્યા બાદ પાંચ સેટોના મેરેથોન મુકાબલામાં ડોમિનિક થિયેમને હરાવી યુએસ ઓપન પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેનો સામનો પાંચ વખતના ચેમ્પિયન રોજર ફેડરર સાથે થશે. આર્જેન્ટીનાના ડેલ પોત્રોએ ઓસ્ટ્રેલિયાના છઠ્ઠા ક્રમાંકના થિયેમને ૧-૬, ર-૬, ૬-૧, ૭-૬, ૬-૪થી હરાવ્યો. ડેલ પોત્રોએ ર૦૦૯ ફાઈનલમાં ફેડરરે જર્મનીના ફિલીપ કોલગ્રેઈબરને ૬-૪, ૬-ર, ૭-પથી હરાવી અંતિમ આઠમાં પ્રવેશ કર્યો. કોલબ્રેઈબર વિરૂદ્ધ તેનો રેકોર્ડ ૧ર-૦ થઈ ગયો છે. ટોચના ક્રમાંકના નડાલે યુએસ ઓપનમાં પ૦મો વિજય મેળવ્યો. હવે તે રશિયાના રૂબલેવ સામે ટકરાશે. જેણે બેલ્જિયમના ગોફિનને ૭-પ, ૭-૬, ૬-૩થી હરાવ્યો. નડાલે ડોલગોપોલોવને ૬-ર, ૬-૦, ૬-૧થી હરાવ્યો. તે સેમીફાઈનલમાં ફેડરર સામે ટકરાઈ શકે છે. મહિલા વર્ગમાં વિશ્વની નંબરવન ખેલાડી કૈરોલિના ટિલસલેવાનો સામનો કવાર્ટર ફાઈનલમાં અમેરિકાની કોકો વેર્ડેનેગ સાથે થશે. કાનેપી અને મેડિસન પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.