(એજન્સી) તા.૨૮
મંગળવારે ૧૦૦ જેટલી મહિલાઓ સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંંધીના અનૌપચારિક વાર્તાલાપ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે ભેટવાની રાહુલ ગાંંધીની ચેષ્ટા ચર્ચાના ફલક પર હાસ્યની છોળો વચ્ચે વધુ જોવા મળ્યો હતો. જે દેશમાં રાજકારણીઓ મહિલાઓનો અનાદર કરે છે અથવા અમાનવીય વર્તાવ કરે છે એ દેશમાં મંગળવારે રાહુલ ગાંંધીએ મહિલાઓ સાથે કરેલ વ્યૂહાત્મક વાતચીતને સારો આવકાર પ્રાપ્ત થયો છે.
આ વાર્તાલાપમાં આ લેખક સહિત ઘણી મહિલાઓ ઉપસ્થિત હતી અને આ મહિલાઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા મહિલાઓના અવાજને સાંભળવાની જરુર પર ટ્વીટ કર્યા હતા. રાહુલ ગાંંધી મહિલાઓ જ્યારે પોતાને સ્પર્શતા મુદ્દાઓ પ રે તેઓ વાચાળ, નિખાલસ અને સીધા સાદા જોવા મળ્યા હતા. મહિલાઓએ ધાર્મિક સ્થળોમાં મહિલાઓનો પ્રવેશ, ટ્રિપલ તલાક, કૃષિ ક્ષેત્રે મંદી, યૌન હિંસા, અપશબ્દયુક્ત ટ્રોલીંગ અને ગર્ભપાતના અધિકારોનો સમાવેશ થતો હતો કે જેના પર મહિલાઓ રાહુલ ગાંધીના વલણને જાણવા માગતી હતી.
રાહુલ ગાંંધી ખૂબ જ રીલેક્સ મૂડમાં હતા. તેમણે ભારતીય રાજનીતિના અંતર્ગત પુરુષપ્રધાન સંસ્કૃતિમાં મહિલાઓ સાથે ચર્ચા કરીને પર્યાપ્ત અવકાશ આપ્યો હતો. આમ મહિલાઓને સાંભળવાની રાહુલ ગાંંધીની તૈયારી રાજકીય પક્ષો માટે પથપ્રદર્શક બની રહેશે પરંતુ કોઇ પણ બદલાવ ઘરેથી જ શરુ થાય છે એ વાત ધ્યાનમાં રાખવી પડશે. મંગળવારે આ ઇવેન્ટ પહેલા કોંગ્રેસના એક હોદ્દેદારેે મને જણાવ્યું હતું કે રાહુલ ગાંંધી અહીં વ્યાખ્યાન આપવા આવ્યા નથી પરંતુ અહીં તેઓ તમને સાંભળવા આવ્યા છે.
કોઇપણ મહિલાને આ શબ્દો સાંભળીને આનંદ થશે કારણ કે સંરક્ષણાત્મક કે દખલગીરી વગર શાંતિપૂર્ણ સાંભળવાના સદ્ગુણો ભાગ્યે જ ભારતીય પુરુષમાં જોવા મળે છે. રાહુલ ગાંધીએ અમને આ મુદ્દે નિરાશ કર્યા નહીં. તેમણે અમને ધ્યાનપૂર્વક સાંભળ્યા. આમ મહિલાઓને સાંભળવાની ઇચ્છા અને તૈયારી સાથે રાહુલ ગાંંધીએ એક એવી પ્રક્રિયા શરુ કરી છે જે અન્ય રાજકીય પક્ષોએ અનુસરવી જોઇએ. જો કે કોઇપણ બદલાવની શરુઆત ઘરેથી જ થતી હોય છે. કોંગ્રેસના કાર્યકરોનું કહેવું છે કે રાહુલ ગાંંધી લૈંગિક અસમતુલા પક્ષમાં નિવારવા ગંભીર છે.