માનસરોવરના પાણી સ્થિર, શાંત ત્યાં કોઈ નફરત નથી : રાહુલ ગાંધી

(એજન્સી) માનસરોવર, તા.પ
કૈલાસ માનસરોવરની યાત્રાએ આવેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ યાત્રા દરમ્યાન તેમના આધ્યાત્મિક અનુભવો રજૂ કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોઈ વ્યક્તિ ત્યારે જ કૈલાસ જાય છે જ્યારે તેને બોલાવાય છે. તેઓ આ સૌભાગ્યથી ખુશ છે. માનસરોવરની દીવ્યતા બતાવતા રાહુલ ગાંધીએ સરકારને પણ ટકોર કરી. રાહુલ ગાંધીએ લખ્યું કે, માનસરોવર ઝીલ શાંત, સ્થિર અને કોમળ છે. આ ઝીલ બધું આપે છે. પરંતુ કંઈ લેતી નથી. અહીં કોઈ ઘૃણા નથી. તેથી ભારતમાં આ જલની પૂજા થાય છે. યાત્રાનું સૌભાગ્ય તેને મળે છે. જેને બોલાવાય છે. યાત્રા દરમ્યાનના અનુભવો કહીશ. રાહુલ ગાંધીની કૈલાસ યાત્રાથી વિવાદ ઊભો થયો હતો. યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ નોનવેજ ખાધું હતું તેવો ભાજપે વિવાદ ઊભો કરી રાહુલને પાખંડી શિવભક્ત બતાવ્યા હતા. પરંતુ રેસ્ટોરન્ટે ખુલાસો કરી કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ નોનવેજ ખાધું હતું. ફક્ત શાકાહારી ભોજન લીધું હતું. ૩૧ ઓગસ્ટે રાહુલ ગાંધીએ સંસ્કૃતના શ્લોક સાથે કૈલાસ પર્વતની તસવીર પોસ્ટ કરી હતી. પક્ષના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, શિવભક્ત રાહુલ ગાંધી કૈલાસ પરિક્રમા કરશે જે માટે ૧રથી ૧પ દિવસ લાગશે. સુરક્ષા કારણોસર તે અંગેની જાણકારી નહીં અપાય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks