National

મોદી સરકારે રાફેલ સોદા અંગે વાંધાઓ ઉઠાવનાર અધિકારીઓને કથિત રીતે લક્ષ્યાંક બનાવ્યા : રાહુલ ગાંધી

Bulandshahar : Congress Vice President Rahul Gandhi addresses at an election rally in Khurja, Bulandshahar on Wednesday. PTI Photo (PTI2_8_2017_000255A) *** Local Caption ***

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર હુમલો કરતા જણાવ્યું કે એમણે રક્ષા મંત્રાલયના અધિકારીઓને લક્ષ્યાંક બનાવ્યા જેમણે રાફેલ સોદાની કિંમત બાબત વાંધાઓ ઉઠાવ્યા હતા.
એમણે ટિ્‌વટર ઉપર એવું હિન્દી કવિતા લખી મોદી પોતાના માનીતા ઉદ્યોગપતિ મિત્રને લાભ કરાવી આપવા સરકાર દ્વારા ચાલતી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમીટેડને નુકસાન કરાવ્યું. ગાંધીએ પણ આક્ષેપો મૂક્યા કે જે અધિકારીઓએ સોદા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા એમને દંડાયા હતા અને જે અધિકારીઓ સરકારની પડખે ઊભા હતા એમને ઈનામો અપાયા.
એમણે મીડિયાના એક સમાચાર ટાંકીને આક્ષેપો કર્યા કે રક્ષા મંત્રાલયના અધિકારીઓએ રાફેલની કિંમત પૂછતા એમને એક મહિના માટે રજા ઉપર મોકલી અપાયા અને ૩૬ રાફેલનો સોદો એમની ગેરહાજરીમાં અન્ય અધિકારીની હાજરીમાં કરાયો હતો.
કોંગ્રેસ રાફેલ મુદ્દે સરકાર ઉપર ભીંસ વધારી રહી છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલ નિવેદન પછી કોંગ્રેસે હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અમને ભારત સરકારે અનિલ અંબાણીની કંપની સાથે ભાગીદારી કરવા કહ્યું હતું, અમારી પાસે બીજો વિકલ્પ જ ન હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.