National

રાફેલની તપાસ મોદી, અંબાણીના નામ ઉછાળશે : રાહુલ ગાંધી

(એજન્સી) કબીરધામ, તા. ૧૪
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે જણાવ્યું હતું કે, ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઇટર જેટની ખરીદીની તપાસ વડાપ્રધાન મોદી અને અનિલ અંબાણીના નામ બહાર લાવશે. વિધાનસભા ચૂંટણીઓ માટે એક સભાને સંબોધતા રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે, એનડીએ સરકાર એક વિમાન ૧૬,૦૦ કરોડમાં ખરીદે છે જ્યારે પૂર્વ યુપીએ સરકારે એક વિમાન માટે ૫૨૬ કરોડ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા બુધવારે રાફેલની તપાસ અંગે ચુકાદો અનામત રાખવાના નિર્ણય કર્યા બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી હતી. ગાંધીએ સભાને કહ્યું કે, રાફેલ સોદાની તપાસ હાલ અલગ કરી દેવાયેલા સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્મા કરી રહ્યા હતા. વડાપ્રધાને તેમને રાતે ૧૨ વાગે તેમના પદ પરથી હટાવી દીધા. હું તમને કહેવા માગું છું કે જે દિવસે રાફેલ સોદાની તપાસ થશે તે દિવસે બે નામ બહાર આવશે અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદી. તેમણે આ દરમિયાન ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રેન્કોઇસ હોલાન્દેએ સ્થાનિક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂને પણ યાદ અપાવતા કહ્યું કે, તેમણે કબૂલાત કરી હતી કે, દસોલ્ટના ભાગીદાર તરીકે રિલાયન્સ સિવાય ભારત સરકારે અમને કોઇ વિકલ્પ આપ્યો ન હતો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ૫૮,૦૦૦ કરોડ રૂપિયાના રાફેલ સોદામાં દસોલ્ટના ભાગીદાર તરીકે મોદીએ અનિલ અંબાણીની જાહેરાત કરી દીધી. એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે લાંબો અનુભવ હોવા છતાં ભારતીય કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સને બદલે સરકારે કોઇ અનુભવ વિનાની રિલાયન્સને કોન્ટ્રાક્ટ આપી દીધો છે. સરકાર કે ભાજપ તરફથી રાહુલ ગાંધીના આરોપોનો કોઇ જવાબ અપાયો નથી પરંતુ ભાજપ આ આરોપોને પહેલા ફગાવી ચુક્યો છે. બીજી તરફ રાહુલ ગાંધીએ ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો બંધ કરવાના નોટબંધીના નિર્ણયને દેશનું અત્યારસુધીનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પનામા પેપર્સમા નામ આવ્યા છતાં છત્તીસગઢના મુખ્યમંત્રીના પુત્રની સામે પીએમ મોદીએ કોઇ પગલાં લીધા નથી કારણ કે મોદી પોતે જ ભ્રષ્ટાચારી છે. રાજ્ય સાથે તેમના પરિવારના સંબંધો અંગે તેમણે કહ્યું કે, આ સંબંધો પ્રેમના છે રાજકારણના નહીં. જવાહરલાલ નહેરૂ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી તથા પરિવારના છત્તીસગઢ સાથે પ્રેમના સંબંધ છે રાજકારણના નહીં. તેમણે આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા ૧૫ વર્ષમાં ભાજપે છત્તીસગઢને બરબાદ કરી નાખ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.