National

પુલવામા હુમલાના ત્રણ કલાક પછી પણ PM કેમેરા સામે હસતા હતા : રાહુલ ગાંધી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધીએ આંધ્રપ્રદેશના તિરૂમાલામાં એક સભા સંબોધી હતી જેમાં તેમણે કહ્યું કે, પુલવામા હુમલામાં જ્યારે ૪૦ જવાનો શહીદ થયા તેના સાડા ત્રણ કલાક પછી પણ પોતાને રાષ્ટ્રવાદી ગણાવતા વડાપ્રધાન મોદી નેશનલ પાર્કમાં બેઠા હતા અને પોતાના પરની ફિલ્મ બનાવતા હતા. હુમલાના સાડા ત્રણ કલાક પછી તેઓ કેમેરા સામે હસતા હતા. તેઓને તે સમયે પોતાના જીવનની કુરબાની આપનારા યુવાનોના દર્દની પણ લાગણી ન હતી. આવા સમયે ફિલ્મ બનાવવી અને કેમેરા સામે હસવું તેમના માટે વધારે મહત્વનું હતું. જે લોકો પોતાને રાષ્ટ્રવાદી કહે છે તેમાંથી મોદી એક છે. ૪૦ જવાનોની શહીદીને માન આપવું અને તેમને મદદ કરવાની લાગણી તેમનામાં જન્મી નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે, ૪૦ જવાનો શહીદ થયા તે બાદ પણ ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખવા બદલ પીએમ મોદીને શરમ આવવી જોઇએ. દરમિયાન રાહુલ ગાંધીએ આંધ્રપ્રદેશને ખાસ રાજ્યના દરજ્જાને સમર્થન કરી કહ્યું હતું કે, અમારી સરકાર આવશે તો રાજ્યને આ દરજ્જો અપાશે. દરમિયાન તેમણે કહ્યું કે, કોંગ્રેસ એવા જ વાયદા કરે છે જે પુરા થાય. આ પહેલા પુલવામા આતંકવાદી હુમલાના એક અઠવાડિયા બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પોતાના હુમલા વધુ આક્રમક બનાવતા ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં વ્યસ્ત હોવા અંગે ટોણા માર્યા હતા. પોતાના ટિ્‌વટમાં રાહુલ ગાંધીએ પીએમ મોદીને ‘‘પ્રાઇમ ટાઇમ મંત્રી’’ ગણાવી હેશટેગમાં ‘‘ફોટોશૂટ સરકાર’’ લખ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના ટિ્‌વટમાં લખ્યું કે, પુલવામામાં ૪૦ સૈનિકો શહીદ થયાના સમાચાર સાંભળ્યાના ત્રણ કલાક બાદ પણ પ્રાઇમ ટાઇમ મિનિસ્ટરે પોતાની ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું. ભારતના દિલ અને સૈનિકોના ઘરે દર્દનો દરિયો છલકાઇ રહ્યો હતો જ્યારે તેઓ હસતા મોઢે દરિયા પર ફોટોશૂટ પર હતા. ગુરૂવારે કોંગ્રેસે એક મીડિયા રિપોર્ટના આધારે આરોપ લગાવ્યો હતો કે, પીએમ મોદીએ પોતાના સ્વાર્થ ખાતર ૧૪મી ફેબ્રુઆરીએ કોર્બેટ નેશનલ પાર્કમાં ફિલ્મ માટે શૂટિંગ ચાલુ રાખી હતી અને પુલવામામાં સીઆરપીએફ ટુકડી પર બપોરે જ હુમલો થયાના સમાચાર મળ્યા છતાં સાંજ સુધી શૂટિંગમાં વ્યસ્ત રહ્યા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પણ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, જ્યારે દરેક ભારતીય ભોજન લઇ શકતા ન હતા ત્યારે વડાપ્રધાન મોદી પીડબલ્યૂડીમાં સાત કલાક સુધી રોકાઇને ચા તથા સમોસાની મોજ માણી રહ્યા હતા. રણદીપ સૂરજેવાલાએ ગુરૂવારે વડાપ્રધાન મોદીના કૃત્યને અમાનવીય અને અસંવેદનશીલ ગણાવ્યું હતું. વડાપ્રધાન બન્યા પહેલા મોદી પોતાના કહેવાતા આદ્યાત્મિક જીવન અંગે ડિસ્કવરી ટીવી ડોક્યુમેન્ટરીનુ શૂટિંગ કરાવી રહ્યા હતા. નવા ફોટાઓમાં દેખાય છે કે, પુલવામા હુમલાની જાણ થયા બાદ પણ વડાપ્રધાન મોદી શૂટિંગમાં તો વ્યસ્ત રહ્યા સાથે જ દરેસ સીન માટે પોતાના શૂટ પણ બદલતા રહ્યા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.