National

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અતિશય રાષ્ટ્રવાદી વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે : રાહુલ ગાંધી

(એજન્સી) તા.૧૪
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે લોકસભા ચૂંટણી પહેલા બેરોજગારી, ખેતી સંકટ જેવા મુદ્દાઓ અને મોદી સરકારની વ્યાપક નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ અતિશય રાષ્ટ્રવાદી વાતાવરણ ઉભુ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપે પાકિસ્તાનના બાલાકોટ પર કરવામાં આવેલા હુમલાને તેના ચૂંટણી પ્રચારનો મુખ્ય મુદ્દો બનાવવાનો સંકેત આપતા કોંગ્રેસ અધ્યક્ષે ઉપરોકત ટિપ્પણી કરી હતી. આગામી ચૂંટણીને મહાત્મા ગાંધીનું ભારત અને તેમના હત્યારા નાથુરામ ગોડસેનું ભારત બંનેમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરવાની તક ગણાવતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નફરત પેદા કરે છે. તેમણે બુધવારે એક સામાયિકને આપેલા વિશેષ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભાજપ અતિશય રાષ્ટ્રવાદી વાતાવરણ ઉભુ કરવાનો પ્રયત્ન કરી રહી છે. જયાં ભાજપ સાથે અસંમત થનાર દરેક વ્યકિતને દેશદ્રોહી કહેવામાં આવે છે. વાસ્તવમાં બેરોજગારી, ખેતી સંકટ, હિંસા અને દરેક મોરચા પર સરકારની વ્યાપક નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવા માટે આવું કરવામાં આવે. રાફેલ સોદા વિશેના પ્રશ્નનો ઉત્તર આપતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે રાફેલ સોદો તો હિમશીલાની ટોચ સમાન છે અને વાસ્તવમાં મોદીએ ખૂબ જ વ્યવસ્થિત રીતે સંરક્ષણ ભંડોળને તેમના મિત્રોના ખિસ્સામાં સેેરવી દીધું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.