Ahmedabad

મોદી હંમેશાં ઉદ્યોગપતિઓને ગળે લગાડે છે જ્યારે હું ગરીબો અને ખેડૂતોને મળું છું : રાહુલ ગાંધી

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનિલ અંબાણી, નિરવ મોદી, મેહુલ ચોકસી જેવા ઉદ્યોગપતિઓને જ ગળે મળે છે. તેમને ભાઈ કહી બોલાવે છે જ્યારે તમને મિત્રો કરીને બોલાવે છે પરંતુ તમે મને ક્યારેય અનિલ અંબાણીને ગળે મળતા જોયો નહીં હોય. હું હંમેશા ગરીબો, ખેડૂતો અને સામાન્ય લોકોને જ મળતા જોયો હશે એમ આજરોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમ્યાન જૂનાગઢના વંથલી ખાતે જંગી જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મોદી સરકારે ગત લોકસભા ર૦૧૪ની ચૂંટણી વખતે કરેલા વાયદામાંથી એકપણ વાયદો પૂર્ણ કર્યો નથી પરંતુ અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કરેલા વાયદા મુજબ ખેડૂતોના દેવા માફ કર્યા હવે જો ર૦૧૯માં સત્તા પર આવીશું તો લોકોને ન્યાય આપવા માટે ન્યાય યોજના લાવ્યા છીએ તેનો તત્કાળ અમલ કરીશું જેમાં દેશના રપ ટકા ગરીબ પરિવારને વાર્ષિક ૭ર હજાર રૂપિયા આપવાની યોજના છે. જેમની આવક મહિને ૧ર હજાર રૂપિયાથી ઓછી હશે તે તમામને આનો લાભ મળશે.
વડાપ્રધાન મોદી પર હિન્દુસ્તાનના ભાગલા પાડવાનો આરોપ મૂકી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ બે હિન્દુસ્તાન બનાવ્યું છે. એક હિન્દુસ્તાન અંબાણી, ચોકસી, મોદી જેવા લોકોનું અને બીજું હિન્દુસ્તાન નોટબંધી અને ગબ્બરસિંહ ટેક્ષ નાખીને પ્રજાને પરેશાન કરનારું બનાવ્યું છે.
રાહુલ ગાંધીએ વંથલીની સભામાં ખેડૂતોને ઉદ્દેશીને પ્રશ્ન કર્યો હતો કે, શું તમને પાક વીમાનું વળતર મળે છે ? તેમ જણાવી ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદી તમારા પાક વીમા યોજનાના નાણાં અનિલ અંબાણીના ખિસ્સામાં નામે છે. જેમાં તેમણે અત્યાર સુધી રૂા.૧૦,૦૦૦ કરોડ તેમને આપી દીધા છે. આથી પાક વીમા યોજનાને આપણે અનિલ અંબાણી પાક વીમા યોજના પણ કહી શકીએ. ખેડૂતોના પાક વીમા પ્રિમિયમના નાણાં અનિલ અંબાણી જેવા ૧પ ઉદ્યોગપતિઓ સેરવી જાય છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે દેશના ખેડૂતો માટે કોંગ્રેસ સરકારે અત્યારથી જ આયોજન કરી લીધું છે.જેમાં દેશમાં હાલ માત્ર એક જ નેશનલ બજેટ બને છે. રેલ્વે બજેટ પણ અલગ બનાવવામાં આવતું નથી. તેવા સમયે કોંગ્રેસની સરકાર આવશે તો દેશમાં બે અલગ અલગ બજેટ બનાવવામાં આવશે. જેમાં એક નેશનલ બજેટ બનશે અને બીજું ખેડૂતો માટેનું બજેટ બનશે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ખેડૂતોને દર વર્ષે પહેલેથી જ પાકનો ભાવ અને જરૂરી માહિતી પૂરી પાડીશું. જેના લીધે તેમને એમએસપી જેવા પ્રશ્નો જ ઉભા ના થાય. રાહુલ ગાંધીએ મોદી સરકારને રાફેલ મુદ્દે પણ ઘેરી હતી. તેમજ કહ્યું હતું કે પીએમ મોદીએ રાફેલ ડીલ હિન્દુસ્તાન એરોનોટીક્સ પાસેથી છીનવીને અનિલ અંબાણીની કંપનીને આપી દીધી હતી. તેમજ ૩૦ હજાર કરોડ રૂપિયા અનિલ અંબાણીના ખિસ્સામાં નાંખી દીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે વિચારો ચોકીદારે કેટલાં રૂપિયાની ચોરી કરી હશે. ? હું અહીંયા તમારી પાસે ખોટું બોલવા નથી આવ્યો. તેમજ જ હું દેશનો ચોકીદાર નથી અને તમને હેરાન કરવા નથી આવ્યો. મારા મુખમાંથી જે લોકોને ઈચ્છે છે તે જ નીકળે છે. હું તમને મનની વાત કહેવા નથી આવ્યો પણ મનની વાત સાંભળવા આવ્યો છું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.