‘કોંગ્રેસ મુસ્લિમ પાર્ટી” મુદ્દે રાહુલ ગાંધીએ મૌન તોડ્યું ‘હું કોંગ્રેસ છું’ અને તમામ ધર્મ કે જાતિની પરવા વિના બધા સાથે ઊભો છું

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
કોંગ્રેસ પર મુસ્લિમ પાર્ટી હોવાના આરોપ લાગવાના એક સપ્તાહ બાદ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે પોતાનું મૌન તોડતા ટિ્‌વટ કરીને જણાવ્યું છે કે, તેમની પાર્ટી જાતિ, ધર્મ, વિશ્વાસથી અલગ દરેક જીવિત પ્રાણી સાથે પ્રેમ કરે છે. તેમણે કહ્યું કે, ‘હું છેલ્લા નંબર પર રહેલી વ્યક્તિ સાથે ઊભો છું, હું સમાજના શોષિત હાસિયા પર ધકેલાયેલા અને પ્રતાડિત લોકો સાથે ઉભો છું, તેમનો ધર્મ, જાતિ અને આસ્થા મારા માટે ઘણું ઓછું મહત્વ ધરાવે છે’. તેમણે આગળ લખ્યું કે, ‘હુંં એવા લોકોને ભેટું છું જે ઓ દર્દમાં છે, હું નફરત અને ડરને ખતમ કરી દઇશ, હું તમામ જીવિત પ્રાણીઓ સાથે પ્રેમ કરૂ છું, હું કોંગ્રેસ છું.’ ઉલ્લેખનીય છે કે, ગત ૧૨મી જુલાઇના રોજ ઉર્દૂ અખબારે પોતાના અહેવાલમાં લખ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવિઓ સાથે થયેલી બેઠકમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. આ અહેવાલ બાદ પીએમ મોદી સહિત ઘણા ભાજપી નેતાઓએ રાહૂલ ગાંધીને નિશાને લીધા હતા. આ મામલે રાહુલ ગાંધીની ટીકા કરતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ પર આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ધર્મની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ એક સભા દરમિયાન પીએ મોદીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષનું કહેવું છે કે, કોંગ્રેસ ફક્ત મુસ્લિમોની પાર્ટી છે, મને આમાં કોઇ આશ્ચર્ય નથી થયું. હું એટલું જ પુછવા માગું છું કે, શું તેમની પાર્ટી ફક્ત મુસ્લિમ પુરૂષોની પાર્ટી છે ?કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ રાહુલ ગાંધીને મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ આ તમામ સવાલોનો એક ટિ્‌વટમાં જવાબ આપી દીધો હતો. બીજી તરફ કોંગ્રેસે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેમની પાર્ટી શ્મસાન-કબ્રસ્તાન જેવી હલ્કી રાજનીતિનો સહારો લેતી નથી પણ તમામ ધર્મ અને જાતિનું સન્માન કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks