Ahmedabad

રાહુલ ગાંધીએ દેશના ટુકડા કરવાનું કહેનારા દેશદ્રોહીઓને સાથ આપ્યો હતો

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૪
ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના નિવેદનોથી વિવાદોમાં સપડાતો જ રહે છે ત્યારે હવે તેમણે ગુજરાતની મુલાકાત દરમ્યાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર નિશાન તાકી ગંભીર આક્ષેપો કરતાં વધુ એક વિવાદ છેડ્યો હોય તેમ જણાય છે તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ દેશદ્રોહીઓનો સાથ આપ્યો હતો. જે લોકોએ ભારત દેશ વિરૂદ્ધ દેશદ્રોહપૂર્ણ કથિત રીતે નારેબાજી કરી હતી તેને રાહુલ ગાંધીએ સમર્થન કર્યું હતું. ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રામાં સામેલ થયેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમના સંબોધનમાં રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જેએનયુમાં દેશદ્રોહી નારા લગાવનારાને સાથ આપનાર રાહુલ ગાંધીને ગુજરાતની પ્રજા ચૂંટણીમાં ક્યારેય સાથ નહીં આપે. કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે તેમણે નર્મદા યોજનાને રોકવાનું કામ કર્યું હતું, તે સમયના મુખ્યમંત્રી પ્રત્યેના અણગમાને કારણે આમ કરવામાં આવ્યું હતું.’ સ્મૃતિ ઇરાનીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ ‘ભારત તેરે ટુકડે હોંગે’નો નારો લગાવનારાઓનો કઇ રીતે સાથ આપ્યો હતો, એ સમગ્ર દેશે જોયું છે. ગુજરાત સરદાર પટેલ અને જમીન છે, હું પૂછવા માંગુ છું કે શું આ ધરતી આગામી ચૂંટણીમાં રાહુલ ગાંધીનું સમર્થન કરશે ?’ જો કે, મેદનીમાંથી સ્મૃતિ ઇરાનીને તેમના આ સવાલનો જવાબ નહોતો મળ્યો. ‘નર્મદા યોજના માટે ગુજરાતે લાંબી લડાઇ લડી છે. આ કામ ૫૫ વર્ષમાં પણ પૂર્ણ થઇ શકે એમ નહોતું. યુપીએના કાર્યકાળમાં રેલવે તરફથી આ યોજના માટે જરૂરી મંજૂરી નહોતી મળી. રાજકોટથી આણંદ સુધી જતી કેનાલ બનાવવાની મજૂરી નહોતી આપવામાં આવી. કોંગ્રેસે આ પગલું માત્ર તે સમયની ભાજપ સરકારનો વિરોધ કરવા માટે ભર્યું હતું, નરેન્દ્ર મોદી તરફના અણગમાને કારણે આ યોજના રોકવામાં આવી હતી. એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જ્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નહીં આવે ત્યાં સુધી ગુજરાતને વીજળી આપવામાં નહીં આવે.’ ‘કોંગ્રેસ ભાજપ સાથે હિસાબ બરાબર કરવા માંગતી હતી. ગુજરાતના લોકો કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. વધુ પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, ‘રાહુલના વિકાસનું મોડલ શું છે? અમેઠીમાં કોંગ્રેસ ૫૦ વર્ષથી જીતે છે, પરંતુ ત્યાંના ખેડૂતો જ્યારે યુરિયા માંગે ત્યારે તેમની પર ગોળીબાર કરવામાં આવતો હતો. લોકોને યાદ હશે કે, કોંગ્રેસના શાસનકાળમાં મહારાષ્ટ્રમાં પણ ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.’

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.