National

રેલવેનું નામ અદાણી અને વાયુસેનાનું અંબાણી કરી દેવું જોઇએ : રાહુલ ગાંધી

પોકરણ, તા.૨૬
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજનીતિ એક અલગ જ લેવલ પર પહોંચી ચૂકી છે. ચૂંટણી પ્રચારમાં સૌથી વધારે ચર્ચા જાતી અને ગોત્રને લઈને થઈ રહી છે. એક તરફ કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન મોદીની જાતી પર ટિપ્પણી કરી તો બીજી તરફ ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગૌત્ર પર સવાલ કર્યા. રાહુલ ગાંધી સોમવારના રોજ રાજસ્થાનના પ્રવાસ પર ગયા છે. આ દરમિયાન તેમણે સૌથી પહેલા અજમેર જઈને ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવી. અજમેર દરગાહ બાદ રાહુલ ગાંધી પુષ્કરમાં જગતપિતા બ્રહ્માજીના મંદિરના દર્શને ગયા હતા. આ દરમિયાન સૌથી ખાસ વાત એ બની કે આખરે રાહુલ ગાંધીએ પોતાના ગોત્ર અંગે ખુલાસો કરી દીધો. પુષ્કરમાં પૂજા દરમિયાન રાહુલ ગાંધીને પૂજારીએ તેમનું ગોત્ર પૂછ્યું. પૂજારીના પ્રશ્નનો રાહુલ ગાંધીએ તરત જ જવાબ આપતા કહ્યું કે, તેઓ ‘કૌલ બ્રાહ્મણ’ છે અને તેમનું ‘ગોત્ર દત્તાત્રેય’ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોકરણ અને જાલોરમાં જનસભાને સંબોધિત કરી. રાહુલ ગાંધીએ જાલોરમાં ચૂંટણી સભામાં પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્ર સરકાર પર બરાબર હુમલો કર્યો છે. રાહુલે એક વાર ફરીથી કહ્યું કે, કેન્દ્ર સરકારને જનતા વિરોધી અને પૂંજીપતિઓનાં હિતમાં નીતિઓને લાગુ કરી રહેલ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે,”રેલ્વેનો જે ફાયદો આપણાં યુવાઓને, માતાઓ-બહેનોને મળવું જોઇએ તો ફાયદો તો અડાનીજીને મળે છે. ઇન્ડિયન રેલવેનું નામ બદલીને અડાની રેલ્વે કરી દેવું જોઇએ, બીજી બાજુ ભારતીય વાયુસેનાને અંબાણી વાયુસેના કરી દેવું જોઇએ.
રાહુલે કહ્યું કે,”સીબીઆઇ ડાયરેક્ટર રાફેલ મામલાની તપાસ કરાવવા જઇ રહ્યાં હતાં પરંતુ દેશનાં ચોકીદારે રાત્રીનાં ૨ કલાકે ઘબરાતા સીબીઆઇ ડાયરેક્ટરને નીકાળી દીધો.