National

રાહુલ ગાંધીના પ્લેનમાં ખામી અને રાફેલ કનેક્શન નિષ્ણાતોએ કહ્યું ખામીથી મોટી હોનારત સર્જાઇ હોત

રાહુલ ગાંધી અને તેમના સાથીઓ ઉપરાંત સુરક્ષામાં તૈનાત એસપીજી ગાડ્‌ર્સને લઇ જતું વિમાન અચાનક સંતુલન ગુમાવી બેઠું હતું અને મોટી હોનારત થતા અટકી ગઇ હતી. વિમાન અચાનક ૫૦૦ મીટર સુધી સંતુલન વિના નીચે આવી રહ્યું હતું જેના પર પાઇલટનું કોઇ અંકુશ નહોતું. જોકે, અંતે પાઇલટે કાબૂ મેળવતા વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. જોકે, નિષ્ણાતોએ જનતાકા રિપોર્ટરને કહ્યું હતું કે, ઓટો પાઇલટ મોડને કારણે વિમાને કાબૂ ગુમાવ્યો નહોતો. એક પ્રાઇવેટ વિમાની કંપનીમાં પાઇલટ તરીકે કામ કરતા પૂર્વ એરફોર્સ અધિકારીએ કહ્યું કે, રાહુલ ગાંધીના વિમાનમાં બે ઘટનાઓ બની હોઇ શકે. અન કમાન્ડેડ ડર ઓપરેશન અને ઓટો પાઇલટ ડિસકનેક્શન, અનકમાન્ડેડ રડર મુવમેન્ટ ટેકનિકલ મુદ્દો હોઇ શકે છે. પણ માળખાકીય ખામી પણ બહાર આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધી નસીબદાર હતા કે તેઓ બચી ગયા નહીં તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. અહેવાલો અનુસાર ફાલ્કન ૨૦૦૦ વિમાન રેલીગેર એવિએશન સાથે સંબંધ ધરાવે છે અને નહેરૂ પ્લેસમાં નોંધણી પામેલ છે. તે ૪-૨-૨૦૧૧નારોજ બન્યું હતું. આ ઉપરાંત ફાલ્કન ૨૦૦૦ એલએક્સ એ ફ્રાન્સની કંપની ડિસોલ્ટની બનાવટ છે જેણે જોગાનુજોગ રાફેલ ફાઇટર જેટ બનાવનાર કંપનીએ જ બનાવ્યા છે. જનતા કા રિપોર્ટર દ્વારા સરકારના રાફેલ સોદા વિશે ખુલાસો કર્યા બાદ ફક્ત રાહુલ ગાંધી સતત આ અંગે ઊંડી તપાસની માગ કરી રહ્યા છે અને સોદો ખોટી રીતે થયો હોવાનો દાવો કરી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે, જો  રાહુલ ગાંધી ડસોલ્ટ સોદાનો ખુલ્લો પાડવામાં સફળ થાય તો ડસોલ્ટ કંપનીના અસ્તિત્વ પર જોખમ તોળાઇ શકે છે.  કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધીના વિમાનનમાં ટેકનિકલ ખામી ષડયંત્ર પણ હોઇ શકે છે. તેની તપાસ થવી જોઇએ કે આ વિમાનની છેલ્લે ક્યારે સર્વિસ થઇ હતી અને તેમાં કોણ સામેલ હતું. બીજી તરફ જનતા કા રિપોર્ટરના ખાસ વિમાની નિષ્ણાત ખાલિદ એહસાને કહ્યું છે કે, બે પાઇલટ વિરૂદ્ધ ફરિયાદ નોંધવું ખોટું છે. તેમણે કહ્યું કે, ઇરાદાપૂર્વકની ભાંગફોડ વિમાનમાં સામેલ લોકો કોઇ રીતે ન કરી શકે. કોઇપણ પાઇલટ આત્મહત્યા કરવાનું ન વિચારે. પાઇલટને તો તેમની હિંમત બદલ બિરદાવવા જોઇએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.