
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને યુવરાજ રાહુલ ગાંધીએ ટૂંકાગાળામાં ગુજરાતની બીજી મુલાકાત લેતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ બેવડાયો હતો. સૌરાષ્ટ્રમાં આ વખતે ભાજપ માટે ખૂબ કપરાં ચઢાણ વર્તાય છે. આની રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની સત્તાવાર શરૂઆત સૌરાષ્ટ્રથી કરવાનું નક્કી કર્યું હતું. જે માટે તેમણે દ્વારકા પર પસંદગી ઉતારી દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા બાદ રોડ શોનો પ્રારંભ કર્યો હતો. રાહુલ ગાંધીને ખુલ્લી જીપમાં મંજૂરી ન મળતાં અત્યાધુનિક અને સુવિધાયુક્ત બસમાં રોડ શો કર્યો હતો. તેમ છતાં રાહુલ ગાંધી બસમાંથી બહાર આવી લોકોનું અભિવાદન ઝીલતા હતા. ભાટિયા ગામમાં રાહુલનું પાઘડી પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં ટૂંકા ઉદ્દબોધન બાદ તેઓ લોકોની વચ્ચે હાથ મિલાવી ખુશ કરી દીધા હતા. આથી લોકોએ પણ રાહુલ ગાંધી પર ફૂલોનો વરસાદ વરસાવી તેમને વધાવી લીધા હતા.