National

રાહુલ ગાંધીથી નારાજ મહારાષ્ટ્રના ચોકીદારો પોલીસ પાસે ગયા

(એજન્સી) મુંબઇ, તા. ૧૨
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની વડાપ્રધાન મોદી પરની ‘‘ચોકીદાર ચોર હૈ’ના સૂત્રથી નારાજ થયેલા સુરક્ષા ગાર્ડ એસોસિએશને કોંગ્રેસ અધ્યક્ષ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા મુંબઇ પોલીસને અરજી કરી છે તેમ પોલીસે જણાવ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે બાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષ પોલીસ સ્ટેશન ખાતે મહારાષ્ટ્ર સુરક્ષા રક્ષક યુનિયને પોતાની અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે, આ ટિપ્પણી સુરક્ષા ગાડ્‌ર્સનું અપમાન છે. પોલીસ અનુસાર એસોસિએશને દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ એમએમઆરડીએ ગ્રાઉન્ડ ખાતે યોજેલી સભામાં ‘‘ચોકીદાર ચોર હૈ’’ કહ્યું હતું. યુનિયનના અધ્યક્ષ સંદીપ ઘુગેએ કહ્યું કે, સુરક્ષા ગાડ્‌ર્સનું અપમાન કરતા આવા સૂત્રો અટકાવવા માટે પોલીસે રાહુલ ગાંધી વિરૂદ્ધ ગુનો દાખલ કરવો જોઇએ. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી રાફેલ સોદામાં ગેરરીતિ અને વ્હાલા દવલાની નીતિ અપનાવવા બદલ પીએમ મોદીને ‘‘ચોકીદાર ચોર હૈ’’ તરીકે સંબોધે છે જ્યારે ભાજપ સરકારે સતત તેમના આરોપો નકાર્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.