રાહુલ ગાંધી ત્રણેક દિવસમાં ગુજરાત આવે તેવી શક્યતા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧
ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ અને પૂરના પાણીએ વેરેલા વિનાશની જાત માહિતી મેળવવા તથા કોંગ્રેસના કાર્યકરોને પૂરગ્રસ્તોની મદદ માટે જોમ અને જુસ્સો પૂરો પાડવા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ત્રણેક દિવસમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે તેવી શકયતા છે. રાહુલ ગાંધી પૂરગ્રસ્તોની મુલાકાત બાદ ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે પણ મુલાકાત કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનોએ તાજેતરમાં ગુજરાતમાં આવેલા વિનાશક પૂર અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષને તથા હાઈકમાન્ડને વાકેફ કર્યા હતા. ગુજરાત કોંગ્રેસના આગેવાનોએ બનાસકાંઠા જિલ્લાની સ્થિતિનું વર્ણન કરી રાહુલ ગાંધી પૂરગ્રસ્તોના આંસુ લૂછવા અને જાત માહિતી મેળવવા રૂબરૂ આવે તેવી લાગણી વ્યકત કરી હતી. આથી રાહુલ ગાંધીએ તુરત જ સંમતિ આપી હતી. આથી ત્રણેક દિવસમાં રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ નક્કી કરવામાં આવે તેવી શકયતા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks