Gujarat

રાહુલ ગાંધીના સ્ટેજ પર જવાનો પ્રયાસ કરતા ભાજપ કાર્યકરને પોલીસે અટકાવ્યો

(સંવાદદાતા દ્વારા) ધાનેરા, તા.૪
રાહુલ ગાંધી પૂરગ્રસ્ત ધાનેરાની મુલાકાતે આવ્યા ત્યારે લાલચોક ખાતે તેમના સંબોધન દરમિયાન ભાજપનો એક કાર્યકર સ્ટેજ તરફ ધસી જતાં પોલીસે તેને અટકાવ્યો હતો. આ દરમિયાન ભારે હોબાળો થતાં રાહુલ ગાંધીને તેમનું પ્રવચન ટૂંકાવવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ રાહુલ ગાંધી વિદાય લેતા હતા તે દરમિયાન જ તેમની કાર પર ભાજપના કાર્યકરો પથ્થરમારો કરતા કારની પાછળથી દરવાજાનો કાચ તૂટી ગયો હતો અને એસપીજીના જવાનના હાથમાં ઈજા પહોંચી હતી. પરિણામે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉશ્કેરાટ જોવા મળતો હતો. આ ઘટનામાં આરોપીને પકડવાની માગ સાથે કોંગ્રેસના કાર્યકરો સૂત્રોચ્ચાર કરી પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પોલીસે તેમની પર લાઠીચાર્જ કરી ભગાડી મૂક્યા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પ્રાંત કચેરીએ ઊમટી પડતાં વાતાવરણ તંગ બની ગયું હતું. આથી પરિસ્થિતિ પામી જઈ પોલીસે પાંચ જણા સામે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી. આ કેસમાં રાહુલ ગાંધી સભામાં સ્ટેજ પર પહોંચવાનો પ્રયાસ કરનાર કાર્યકર ઝડપાઈ ગયો હતો જ્યારે પથ્થરમારો કરનારા કાર્યકરો હજી સુધી પકડાયા નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.