સગીર બાળકોને માર મારતો વીડિયો પોસ્ટ કરવા બદલ રાહુલ ગાંધીને નોટિસ

(એજન્સી) નવી દિલ્હી,તા.૨૦
મહારાષ્ટ્રના જલગાંવમાં ત્રણ સગીર બાળકોની ઓળખ જાહેર કરાતા મહારાષ્ટ્ર બાળ સંરક્ષણ અયોગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. આ નોટિસ રાહુલ ગાંધી ઉપરાંત ટિ્‌વટરને પણ મોકવામાં આવી છે, રાહુલ ગાંધીએ ગત્ત દિવસે ત્રણ દલિત બાળકીનો એક વીડિયો ટિ્‌વટર પર શેર કર્યો હતો.
આ વીડિયોમાં બાળકોને માર મારવામાં આવ્યો હતો. કુવામાં નહાવા પડ્યા બાદ તેમને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. જ્યારે આ મામલે મુંબઈના અમોલ જાધવ નામના શખ્સે રાહુલ ગાંધી અને ટિ્‌વટર વિરૂદ્ધ ફરિયાદ કરી છે. આ મામલે રાહુલ ગાંધી વિરૂદ્ધ કિશોર ન્યાય અધિનિયમ, ૨૧૦૫ અને બાળ યૌન અપરાધ અધિનિયમ, ૨૦૧૨ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આયોગે રાહુલ ગાંધીને આગામી ૧૦ દિવસમા જવાબ આપવાનું કહ્યું છે. રાહુલ ગાંધીએ આ વીડિયો શેર કરીને સંઘ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ દલિત અત્યાચાર મામલે મનુવાદી અને નફરતની રાજનીતિ ભાજપ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો અને હવે આયોગે રાહુલ ગાંધીને આ મામલે નોટિસ ફટકારી જવાબ આપવા જણાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks