રાહુલ ગુજરાતી યુવાનોની મજાક કરી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે : ભાજપ

અમદાવાદ,તા.૨પ
ગુજરાતમાં લાખો બેરોજગાર યુવાનોને મુદ્દે રાહુલ ગાંધી તેમની પ્રચારસભાઓમાં ભાજપ અને મોદી સરકારની કરી રહેલ ટીકાઓની સામે ભાજપના પ્રદેશ પ્રવકતા આઇ.કે.જાડેજાએ કોંગ્રેસ ખાસ કરીને રાહુલ ગાંધીને વળતો જવાબ આપતાં જણાવ્યું છે કે, રાહુલ ગાંધી ગુજરાતના યુવાનોની મજાક કરી ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગુજરાતની વાસ્તવિક સ્થિતિથી ખોટા નિવેદનો કરવાના રાહુલ ગાંધીના વલણની ભાજપ કડક શબ્દોમાં નિંદા કરે છે. ગુજરાતના વિકાસ અને ભાજપની વાત કરતાં જાદુગરોની પણ રાહુલ ગાંધીએ મજાક ઉડાવી છે પરંતુ જાદુગર શબ્દ કોંગ્રેસની ઉંઘ હરામ કરી નાંખશે. જાદુગર પોતાના કૌશલ્ય દ્વારા ગુજરાતના વિકાસ અને ભાજપની વાત કરી રહ્યા છે, જે પ્રચાર અભિયાનનો એક ભાગ છે.તેમણે કોંગ્રેસ પર વધુ પ્રહાર કરતાં જણાવ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતના યુવાનોને વારંવાર ગુજરાતમાં આવી તેઓને બેરોજગાર તરીકે ઓળખાવી તેઓની મશ્કરી કરી રહ્યા છે તો કોંગ્રેસે યુુવાનોની રોજગારી માટે શું કર્યુ ંતેનો હિસાબ આપે. રાહુલ ગાંધી ગુજરાતના યુવાનોને નિરૂત્સાહ કરવાથી દૂર રહે. રાહુલ ગાંધી તેમના પ્રવચનોમાં અલગ-અલગ સ્થળોએ ગુજરાતમાં દસ લાખ, પછી ત્રીસ લાખ અને કયારેક પચાસ લાખ યુવાનો બેરોજગાર હોવાની વાત કરે છે તો,રાહુલ ગાંધીએ સાચા આંકડા જાહેર કરવા જોઇએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks