રાહુલનો PM મોદી પર ફરી પ્રહાર, આગામી સપ્તાહોમાં રાફેલ મોટા બોમ્બ ઝીંકશે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
રાફેલ સોદાના વિગતો બહાર આવ્યા બાદ રાજકીય છાવણીઓમાં ભૂકંપ આવી ગયો છે અને કોંગ્રેસ રાફેલ મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેરવાના સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. એક તરફ કેન્દ્ર સરકાર આ સોદાને ગુપ્તતાનો હવાલો આપી તેને જાહેર કરવાથી બચી રહી છે જ્યારે કોંગ્રેસે આ સોદામાં મોટા કૌભાંડનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને વિખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપનીને હજારો કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. દરમિયાન રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે વડાપ્રધાન મોદીને ફરીવાર નિશાન પર લીધા હતા અને કહ્યું હતું કે, આ એક વિશ્વવ્યાપી ભ્રષ્ટાચાર છે અને આગામી કેટલાક સપ્તાહમાં રાફેલ કેટલાક મોટા બોમ્બ ઝીંકી શકે છે.
રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર એક અહેવાલને શેર કરતા લખ્યું હતું કે, આ વિશ્વવ્યાપી ભ્રષ્ટાચાર છે, આ રાફેલ વિમાન ખરેખર દૂર સુધી અને ઝડપથી ઉડે છે. તે આગામી સપ્તાહોમાં કેટલાક મોટા બોમ્બ ઝીંકશે. તેમણે સાથે જ એમ પણ લખ્યું કે, મોદીજી, મહેરબાની કરીને અનિલ અંબાણીને જણાવો કે ફ્રાન્સમાં એક મોટી સમસ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી જે અહેવાલને શેર કર્યો છે તેમાં કહેવાયું છે કે, જ્યારે રાફેલ મુદ્દે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ એન્ટરનમેન્ટે તત્કાલિન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાન્દના ભાગીદારને ફિલ્મ નિર્માણમાં સહયોગ કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks