અમદાવાદ, તા.ર૩
વિધાનસભાની ચૂંટણીના રંગમાં ગુજરાત રંગાયું છે ત્યારે કાલુપુર રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ રેલવે સ્ટેશને દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા કોઈપણ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો અનુભવ કર્યો હતો. જો કે કોઈ ટીખળખોરે આ કૃત્ય કર્યું છે કે કેમ ? તે દિશામાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
Facebook
0
Twitter
0