રાજસ્થાનમાં ભાજપ જાતિવાદની કટોકટીનો સામનો કરી રહ્યો છે

(એજન્સી) જયપુર, તા.ર૪
રાજસ્થાનમાં ભાજપ સરકાર બે પ્રકારની સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી છે. શરૂઆતમાં બ્રાહ્મણ-વાણિયા ભાજપને ટેકો આપતા હતા. ત્યારબાદ દિવંગત ભૈરવસિંગ શેખાવતે રાજપૂત, ગુર્જર, જાટ, દલિતનો ટેકો મેળવી રાજ્યમાં ત્રણ વાર સરકાર બનાવી. ભાજપ તેનો સતત લાભ લેતો રહ્યો. ગત ચૂંટણીમાં વિધાનસભામાં ર૦૦થી ૧૬૦ બેઠકો મેળવી હતી. પરંતુ હાલમાં બે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય પ્રજાના આક્રોશનો પૂરાવો છે. જીએસટીથી વેપારી વર્ગ નાખુશ છે. બ્રાહ્મણોને સરકારમાં પૂરતું સ્થાન ન મળતાં બ્રાહ્મણ નેતા ઘનશ્યામ તિવારીએ વસુંધરા રાજે સરકાર સામે બળવો કરી પક્ષ છોડયો. તેમ છતાં ભાજપને વિશ્વાસ છે કે, ૬% બ્રાહ્મણ મતોનું ધ્રુવીકરણ નહીં થાય. રાજપૂતો પણ નાખુશ છે. તેમનો નેતા આનંદપાલ અથડામણમાં ઠાર થયો હતો. વસુંધરા રાજે સામે નારાજગી જોતાં કેન્દ્રીય મંત્રી ગર્જેન્દ્રસિંગને રાજ્ય ભાજપના વડા બનાવાય. ગુર્જરોએ ભાજપ સરકાર પર ૧% અનામતનું દબાણ કરી મેળવી. કોંગ્રેસ પ્રમુખ સચિન પાયલોટને ગુર્જરોનો ટેકો છે. આમ રાજ્યમાં ભાજપની નારાજ તમામ વર્ગોને મનાવવા ભાજપના નેતાઓ વ્યુહરચના ઘડી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks