(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૭
અમેરિકા ખાતેના અફઘાનિસ્તાનના રાજદૂતે જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં રહેલા શીખો અને હિન્દુઓ અફઘાનિસ્તાનના મૂળ નાગરિકો છે. એ ભારતથી આવેલ માઈગ્રેન્ટ નથી. હાલમાં જલાલાબાદમાં કરાયેલ એક આત્મઘાતી હુમલામાં હિન્દુ અને શીખો માર્યા ગયા હતા જેની શોકસભા યોજવામાં આવી હતી. જે દરમિયાન રાજદૂતે જણાવ્યું હતું. અફઘાનિસ્તાનમાં વડાપ્રધાન અશરફ ઘાનીને મળવા હિન્દુ અને શીખોનો ગ્રુપ જઈ રહ્યો હતો. એને નિશાન બનાવી આત્મઘાતી હુમલો કરાયો હતો જેમાં ૧૯ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. ૧લી જુલાઈએ ઈસ્લામિક સ્ટેટસ દ્વારા કરાયેલ હુમલામાં ૧૮ હિન્દુઓ અને શીખોનું મૃત્યુ થયું હતું. રાજદૂતે જણાવ્યું કે, આવા પ્રસંગોએ આપણે મળીને કોમને ઓળખીએ છીએ જેના ઊંડા મૂળ અફઘાનિસ્તાન સાથે છે. શોકસભામાં હાજર રહેલ હિન્દુઓના પ્રતિનિધિઓએ ઘટનાને વખોડી કાઢી જણાવ્યું કે, નફરત ફેલાવનાર કૃત્યોની આ ઘટના છે જે કમનસીબે હાલ દુનિયાભરમાં ચાલી રહી છે. તાલિબાન શાસન સમયે હિન્દુઓ અને શીખોને પીળો કાપડ વીંટાળવા ફરજ પડાતી હતી જેથી એમની ઓળખ છતી થાય. એમની સામે પૂર્વગ્રહો રાખવામાં આવતા હતા અને ભારત જઈ શરણ લેવા કહેવામાં આવતું હતું. આ પ્રકારનું ભય ઉભું કરી અમારામાં ભાગલા પડાવવા પ્રયાસો કરાયા હતા પણ અમે એ નફરતને વધુ પ્રસરવા નહીં દીધું અને એના બદલે પ્રેમનો પસાર કર્યો. અમે બધાય આ જ રીતે એકના રાખવી જોઈએ.