International

ઈન્ટરપોલના ‘લાપતા’ ચીફ મેંગ હોંગવેઈએ રાજીનામું આપ્યું : ચીન

(એજન્સી) બેઈજિંગ,તા.૮
ઇન્ટરપોલના પ્રમુખ મેંગ હોંગવેઇએ પોતાના પદથી રાજીનામું આપ્યું છે. ઇન્ટરપોલે આ જાણકારી આપી છે. ઇન્ટરપોલે જણાવ્યું હતું કે, તેમને મેંગનું રાજીનામું મળ્યું છે. સંગઠન તરફથી રજૂ કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે તત્કાલ અસરથી પદ છોડી દીધું છે અને દક્ષિણ કોરિયાના ઉપાધ્યક્ષ કિમ જોંગ યાંગ કાર્યકારી પ્રમુખની જવાબદારી સંભાળી લેશે. મેંગ ઇન્ટરપોલના પહેલાં ચીની પ્રમુખ હતા. ઉલ્લેખનીય છે કે, રવિવારે જણાવ્યું હતું કે, કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં મેંગ સામે તપાસ ચાલી રહી છે. તેમના ઉપર ચીનના રાષ્ટ્રીય નિરીક્ષણ કમિશનના કાયદો તોડવાનો આરોપ છે. મેંગ ચીનના સાર્વજનિક સુરક્ષા ઉપમંત્રી પણ છે. આના પહેલા સમાચાર મળ્યા હતા કે ઇન્ટરપોલના પ્રમુખ ચીન પ્રવાસ દરમિયાન ગાયબ થઇ ગયા છે. ઇન્ટરપોલનું હેડક્વાર્ટર ફ્રાન્સના લિયોન શહેરમાં છે. ફ્રાન્સ તરફથી મળેલી માહિતી પ્રમાણે મેંગને છેલ્લીવાર ૨૯ સપ્ટેમ્બરે ફ્રાન્સમાં જોવામાં આવ્યા હતા.
સમાચાર પ્રમાણે ફ્રાન્સમાં એક અનામ ન્યાયિક અધિકારીએ કહ્યું કે, મેંગ સપ્ટેમ્બરના અંતમાં ચીન ગયા હતા પરંતુ ત્યારબાદ તેમની કોઇ માહિતી નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ‘ખૂબ જ દુઃખદ અને આઘાતજનક’ : ભારતે દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશમંત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

    ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર…
    Read more
    International

    હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુ, મુસ્લિમ જગતમાં શોક

    અઝરબૈજાનના સરહદી વિસ્તારમાંથી પરત…
    Read more
    International

    અલ-અઝહર અને અરબ સંસદે રફાહમાંઈઝરાયેલી હુમલાની ટીકા કરી

    (એજન્સી) તા.૯ઈસ્લામની સર્વોચ્ચ શિક્ષણ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.