મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે રાજીનામું આપ્યું, અમેરિકા પાછા જશે

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે. એમણે અંગત કારણો જણાવી પોતાનું રાજીનામું નાણામંત્રી અરૂણ જેટલીને મોકલી આપ્યું છે જે સ્વીકારવામાં આવ્યું છે. જેટલીએ ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી આપી જણાવ્યું કે સુબ્રમણ્યમ અંગત કારણોના લીધે પાછા અમેરિકા જશે જેથી રાજીનામું સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. અરવિંદ સુબ્રમણ્યમે સરકારને પોતાનો કાર્યકાળ નહીં વધારવા કહ્યું હતું. એ ઓકટોબર મહિનામાં અમેરિકા જવા ઈચ્છે છે જ્યાં એમનું સમગ્ર કુટુંબ રહે છે. હાલનો કાર્યકાળ ઓકટોબર મહિનામાં પૂર્ણ થવાનો છે. અરવિંદ સુબ્રમણ્યમને ઓકટોબર ર૦૧૪માં કેન્દ્રની મોદી સરકારમાં નાણા મંત્રાલયના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક અપાઈ હતી. તે વખતથી એ ફરજ બજાવી રહ્યા છે. એમની નિમણૂક ત્રણ વર્ષ માટે હતી જેને પછી એક વર્ષ વધુ લંબાવવામાં આવી હતી.

અર્થતંત્રને બરબાદ કર્યા બાદ મોદી સરકારના દિગ્ગજો એક પછી એક
જઇ રહ્યા છે : આર્થિક સલાહકારના રાજીનામા અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા

નરેન્દ્ર મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે લોકસભા ચૂંટણીઓના કેટલાક મહિનાઓ પહેલા જ અંગત કારણોસર રાજીનામું આપી દેતા મોદીની રાજકીય કારકિર્દી પર સવાલ ઉભા કર્યા છે. તેમના રાજીનામાને પગલે એનડીએના નેતૃત્વવાળી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવાનો કોંગ્રેસને મોકો મળી ગયો છે. કોંગ્રેસ પાર્ટીએ નિવેદન કરતા જણાવ્યું હતુ કે, એવું લાગે છે કે, દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કર્યા બાદ મોદી સરકારના દિગ્ગજો એક-એક કરીને ઝોલા ઉઠાવીને અહીંથી નાસી જવાની શરૂઆત કરી ચુક્યા છે. રઘુરામ રાજન અને અરવિંદ પનગઢિયા બાદ મોદી સરકારના છેલ્લા ચાર વર્ષમાં છોડી જનારાઓમાં અરવિંદ સુબ્રમણ્યમ ત્રીજા ટોચના અર્થશાસ્ત્રી હતા. રાજન રિઝર્વ બેંકના ગવર્નર હતા જ્યારે પનગઢિયા નીતિ આયોગના ઉપાધ્યક્ષ હતા. નાણામંત્રી અરૂણ જેટલીએ ફેસબૂક પોસ્ટમાં જણાવ્યું હતુ કે સુબ્રમણ્યમ સ્વામીનો કાર્યકાળ વધારવામાં નહીં આવે કારણ કે તેઓ પરિવાર સાથેની કટિબદ્ધતાઓને કારણે અમેરિકા પરત ફરવા માગે છે.

સમૃદ્ધ અમેરિકન અરવિંદ સુબ્રમણ્યમ ભારત માતાને તરછોડી રહ્યા છે

સુબ્રમણ્યમ સ્વામીના મતે મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ સમૃદ્ધ અમેરિકન છે અને આ ઉચ્ચ કક્ષાના અર્થશાસ્ત્રીએ ભારત માતાને છોડવું જ જોઈએ એ જે રીતે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને છોડયું હતું. ભાજપ સાંસદ સ્વામીએ કહ્યું કે મુખ્ય આર્થિક સલાહકારે પોતાનો હવાલો પિયુષ ગોયલને આપવો જોઈએ અન્યથા એ ફરજ દરમિયાન તરછોડવા જેવો ઘાટ થશે. સ્વામીએ અન્ય ટ્‌વીટમાં લખ્યું મોદી ખૂબ જ સામાન્ય કક્ષાના વ્યક્તિ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts