(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
ઠાકુરગંજ સ્થિત સુપર મોડલ સ્કૂલના સંચાલકોએ એક શિક્ષિકાને હિજાબ પહેરી શાળાએ નહીં આવવા હુકમ કર્યો હતો. શિક્ષિકાએ વિરોધ કરતાં તેમનું રાજીનામું માંવી લેવામાં આવ્યું હતું. જેથી શિક્ષિકાએ રાજીનામું આપી દીધું હતું.
શિક્ષિકાએ જણાવ્યું હતું કે, હિજાબ પહેરી શાળામાં આવવાથી સ્કૂલની છબિ ખરડાતી હોવાનું સંચાલકોએ કહ્યું હતું. અલબત્ત આ મામલે હજુ સુધી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરિયાદ નોંધવામાં આવી નથી. એક વર્ષ અગાઉ આ શિક્ષિકાએ નોકરી જોઈન્ટ કરી હતી. ત્રણ નવેમ્બરે તેમણે રાજીનામું આપી દીધું હતું. હવે તેમનો વીડિયો તથા રાજીનામું સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. વીડિયોમાં મહિલાએ જણાવ્યું હતું કે, તે હિજાબ પહેરી બાળકોને શિક્ષણ આપતી હતી. આ દરમિયાન સંચાલકોએ ઘણી વખત હિજાબ નહીં પહેરવા જણાવ્યું હતું. વાલીઓ સામે પણ હિજાબ પહેરી ન જવા કહેવાયું હતું. શિક્ષિકાએ હિજાબ નહીં પહેરવા માટે સંમત ન થયા અને રાજીનામું આપી દીધું હતું.
ડીઆઈઓએસ ડો.મુકેશકુમાર સિંહે જણાવ્યું હતું કે, જો લેખિત ફરિયાદ કરાશે તો જરૂરી પગલાં ભરાશે.