Site icon Gujarat Today

ર૦૧રથી કોંગ્રેસ છોડી ગયેલા ૧૭માંથી ૧પ ધારાસભ્યો વિધાનસભામાં પાછા આવ્યા નથી : રાજીવ સાતવ

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજરોજ કોંગ્રેસના આવતીકાલના સીડબલ્યુસીની બેન્ક અને જનસંકલ્પ રેલી અંગેની જાણકારી આપવા પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટા અંગે પ્રશ્ન કરાતા રાજીવ સાતવે જણાવ્યું હતું કે ર૦૧રથી ૧૭ ધારાસભ્યો કોંગ્રેસ છોડી ચૂક્યા છે જે પૈકી ૧પ ધારાસભ્યો વિધાનસભામાં પાછા આવી શક્યા નથી. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોને ફોડવાના પ્રયાસો થયા હતા તેમને હરાવવા ભારે ધમપછાડા કરવામાં આવ્યા હતા. તેમ છતાં  અહમદ પટેલ ચૂંટાઈને આવ્યા ત્યારબાદથી કોંગ્રેસમાં વધુ જોમ પુરાયુ છે જેની અસર વિધાનસભાની ચૂંટણીમાં પણ પડતાં કોંગ્રેસના ૭૭ ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. હવે આ જ ઉત્સાહ સાથે અમે લોકસભા ચૂંટણી લડીશું અને મહત્તમ બેઠકો જીતવાનો પ્રયત્ન કરીશુંં.

Exit mobile version