નવી દિલ્હી,તા.૧૯
આઇપીએલના ચેરમેન રાજીવ શુક્લાના એક્ઝીક્યુટીવ આસિસ્ટન્ટ મોહમ્મદ અકરમ સૈફી પર ગંભીર આરોપ લાગ્યા છે. આરોપ છે કે તેમને રાજ્ય સ્તરની ટીમમાં પસંદગીને લઈને ઉત્તર પ્રદેશના એક યુવા ખેલાડી રાહુલ શર્માને છોકરીની ગોઠવણી કરવાની માંગ કરી. એક હિન્દી ચેનલે કહ્યું કે, છોકરી ઉપરાંત પૈસાની પણ માંગ કરવામાં આવી હતી. રાહુલ શર્માએ જણાવ્યું કે, અકરમ સૈફી બીસીસીઆઈના એજ-ગ્રુપના ખેલાડીઓન માટે નકલી પ્રમાણપત્ર પણ આપે છે.
આ કેસમાં જ્યારે અકરમ સૈફીનો પક્ષ જાણવા માટે તેમનો સંપર્ક કર્યો તો તેમને બધા જ આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેમને કહ્યું કે, મને બદનામ કરવા માટે મારા પર આરોપ લગાવવામાં આવ્યા છે. પોતાની સફાઈમાં સૈફીએ કહ્યું કે, છોકરાનું કહેવું છે કે, તેને છોકરી મોકલી. જો તેના આરોપ સાચા છે તો તેને ક્રિકેટ જરૂર રમવી જોઈએ, સાચું? શું તે રમ્યો? રાહુલનો આરોપ ત્યારે સાચો સાબિત થતો જ્યારે તે યુપી માટે ક્રિકેટ રમતો. યુપીના ૬૦ ખેલાડીઓમાં ક્યારેય તેનું નામ લિસ્ટમાં આવ્યું નથી. ના તેને કોઈ જૂનિયર ક્રિકેટ રમી છે.
બીજી તરફ અકરમે આરોપ લગાવ્યા છે કે, તેની પ્રતિષ્ઠાને બદનામ કરવા માટે આ આરોપ લગાવ્યા છે. અકરમ અનુસાર સત્ય ખુબ જ ઝડપી બહાર આવી જશે. હું રાજીવ શુક્લા જેવા મોટા વ્યક્તિ સાથે જોડાયેલ છું તેથી સ્વભાવિક છે કે લોકો બધી બાજુંથી મારા પર હુમલો કરવાની કોશિશ કરશે. મારાથી નારાજ લોકોએ આ ષડયંત્ર રચ્યું છે.