ઉના, તા.૧૪
રાજકોટ શહેરની કુખ્યાત લેડી ડોન અને અસમાજીક તત્વ ગણાતી સોનું ડાંગર નામની બુટલેગરે ઈસ્લામ ધર્મના મહાન પયગંબર (સ.અ.વ.)ની સાનમાં ભારે ગુસ્તાખી કરી મુસ્લીમ સમાજને બિભસ્ત ગાળો કાઢી સમાજ અને ધર્મની લાગણી દુભાવતા આ ક્રૃત્ય સામે મુસ્લીમ સમાજમાં ભારે રોષ અને આક્રોષ ફાટી નિકળેલ છે. સોનું ડાંગરે કરેલા કૃત્યની કડકમાં કડક સજા કરવા ઉના શહેર અને તાલુકા ભરના મુસ્લીમ સમાજ દ્રારા મોટી સંખ્યામાં વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન સાથે નાયબ કલેક્ટર પ્રજાપતીને મુસ્લીમ સમાજના આગેવાન ઇસુબભાઇ ઘાંચી, મુન્નાબાપુ ટ્રાન્સપોર્ટ વાળા સલીમબાપુ બહારૂની, આસીફબાપુ કાદરી ઇસુબભાઇ કુરેશી એડવોકેટ, એમ.જી.નકવી એડવોકેટ સહીતના મોટી સંખ્યામાં શહેર અને તાલુકા ભરના આગેવાનોએ આવેદન પત્ર આપી અને ઉના પોલીસમાં ફરીયાદ લેખીત આપી સોનું ડાંગર સામે ઇન્ફોમેશન ટેકનોલોજી અધિનીયમ હેઠળ પગલા લેવા મુસ્લીમ સમાજે માંગણી કરેલ હતી.