વીરપુરમાં ગંદકી અને એસટી પ્રશ્ને અધિકારીઓને રજૂઆત

વીરપુર, તા. ૧૭
મહીસાગર જિલ્લાનું વીરપુર આઝાદીના આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યું છે. નવથી દસ હજારની વસ્તી ધરાવતું વીરપુર ગામ વોટ મેળવવા પૂરતું મર્યાદિત બની રહ્યું હોય તેવી ગામની વાસ્તવિકતા જોવા મળી રહી છે. જે સમસ્યાઓને ધ્યાને લઈ અખંડ રાષ્ટ્ર નિર્માણ સંગઠન દ્વારા ગંદકી અને બસની સુવિધા મુદ્દે વીરપુર મામલદાર અને ટીડીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.વીરપુર નગરમાં પ્રવેશ કરતા રસ્તા ઉપર કાદવ કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વારંવાર ગટરો ઉભરાવવાના બનાવો બની રહ્યા છે. જેથી તાલુકા મથક વીરપુર ખાતે આવનાર સ્કૂલ-કોલેજના બાળકો અને લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાય તેવી સ્થિતિ છે. જે મુદ્દે લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન આવતા અને જિલ્લા મથક લુણાવાડાથી વીરપુર સવારે ૭ઃ૧૫ વાગે બસ ચાલુ ન થતા ચાટકી, સાલાવાળા, ચારણગામ, સરાડીયા, નપાણીયા, પહાડીયા, જેવા ગામોના વિદ્યાર્થીઓ અને આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ દ્વારા લેખિતમાં વારંવાર વર્ષોથી રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી. જેથી વિદ્યાર્થીઓને જીવ જોખમમાં મૂકી ખાનગી રેંકડામાં આવવું પડે છે. જે બંને સમસ્યાઓને ધ્યાનમાં રાખી અખંડ રાષ્ટ્ર નિર્માણ સંગઠનના કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં રેલી કાઢી વીરપુર ટીડીઓ અને મામલાદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks