Gujarat

રાજુલાના ગ્રામ વિસ્તારોમાં એક કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

રાજુલા, તા.૨૮
ગરમીથી ત્રસ્ત ગુજરાતવાસીઓનો ‘આવરે વરસાદ…’નો સૂર ‘મેઘરાજા’એ ઝીલી લેતા રાજ્યભરમાં મોેડે મોડેય મેઘો મહેરબાન થતાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાત એમ બધી જગ્યાએ વધતે-ઓછે અંશે વરસાદ વરસી રહ્યો છે.
ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઇ છે. આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના પંથકોમાં વરસાદની સાર્વત્રિક મહેર વરસાવી હતી. સૌરાષ્ટ્રમાં અમરેલીના રાજુલા, ડુંગર, મોરંગી, માંડલ સહિતના પંથકોમાં આજે બેથી ચાર ઇંચ જેટલો ભારે અને તોફાની વરસાદ નોંધાયો હતો. જેના કારણે રાજુલાની મોરંગી નદીમાં તો ઘોડાપૂર આવ્યા હતા. નદીના પૂરના પાણી સમગ્ર વિસ્તારમાં અને આસપાસના ખેતરોમાં ફરી વળ્યા હતા. અમરેલી જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર પછી રાજુલા પંથકમાં અનરાધાર વરસાદ પડવાનું શરૂ થયું હતું. વિજળીના કડાકા-ભડાકા સાથે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં કલાકોના ગાળામાં જ ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરો અને નદી નાળા છલકાઈ ગયા હતા. બીજી બાજુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વરસાદી માહોલ રહ્યો હતો. વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાજકોટ, ઉપલેટા, ભાયાવદર, ભાવનગર સહિતના વિસ્તારોમાં ધીમો વરસાદ થયો હતો. ગોંડલ પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, ઉંઝા, કલોલ સહિતના વિસ્તારો ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ સહિતના પંથકોમાં સારી એવી મહેર કરી હતી તો, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જામખંભાળિયા સહિતના પંથકોમાં જોરદાર મેઘમહેર વરસાવી હતી. અમરેલીના રાજુલામાં એક કલાકમાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો. મોરંગી, માંડલ સહિતના પંથકોમાં તો, બેથી ચાર ઇંચ જેટલો ભારે અને ધોધમાર વરસાદ વરસતાં પંથકોના તમામ નદી-નાળા છલકાઇ ગયા હતા. ખાસ કરીને રાજુલાની મોરંગી નદીમાં તો ઘોડાપૂર આવતાં આસપાસના ખેતરો અને વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. નદીના ઘોડાપૂરને જોવા સ્થાનિક લોકો ઉમટયા હતા જો કે, તંત્રએ ભારે સાવધાની અને સતર્કતાના પગલા પણ લીધા હતા. કચ્છમાં આજે સીઝનનો સૌપ્રથમ વરસાદ પડતાં લોકો ખુશખુશાલ થઇ ગયા હતા. ખેડૂતોએ મેઘરાજાના આગમનના વધામણાં કર્યા હતા. કચ્છના મુંદ્રા સહિતના પંથકોમાં પણ આજે સારો એવો વરસાદ નોંધાયો હતો. ખેડા અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર સાબદુ બન્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.