Ahmedabad

રાજ્યભરના મુસ્લિમ મતદારો જાગે, વહેલીતકે મતદારયાદીમાં નામો ચકાસી લે

અમદાવાદ, તા.ર૮
અમદાવાદના દરિયાપુર વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદીમાંથી લઘુમતિ મતદારોના નામો કમી કરવાની જે બાબત સામે આવી છે તે જોતા રાજ્યભરના મુસ્લિમ આગેવાનો, રાજકીય અને સામાજિક કાર્યકરો તથા જાગૃત નાગરિકોએ વહેલીતકે મતદાર યાદીની ચકાસણી કરી લેવી અને જો નામો કમી કરાયાનું બહાર આવે તો તત્કાલ કાર્યવાહી કરવી જોઈએ નહીં તો મતદારો મતદાનથી વંચિત રહી જાય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ છુપા એજન્ડા મુજબ એકપણ મુસ્લિમ ઉમેદવાર ન ચૂંટાય તેમ ઈચ્છતું હોવાનું સમજાય છે. આથી તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં કાવાદાવા રચી અહમદ પટેલને હરાવવા માટે ધમપછાડા કર્યા હતા. પરંતુ અંતે સત્યનો વિજય થયો હતો અને અહમદ પટેલ જીતી ગયા હતા. હવે આજ પદ્ધતિ તેઓ વિધાનસભાની ચૂંટણીમાં અપનાવી મુસ્લિમ ધારાસભ્યો ન ચૂંટાય તેવા કાવાદાવા અપનાવાઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગતરોજ દરિયાપુર વિધાનસભાની મતદારયાદીમાંથી ૩ હજાર જેટલા મતદારોના નામ ગાયબ કરી દેવાની ફરિયાદ અને તે ફરિયાદ અંતે સાચી ઠરતા ભાજપના મનસૂબા બહાર આવી ગયા છે. હવે રાજ્યના તમામ વિધાનસભા મતવિસ્તારમાં વસતા મુસ્લિમ મતદારોએ જાગૃત થવાની જરૂર છે અને પોતપોતાના નામ મતદારયાદીમાં છે કે કેમ ? તેની ચકાસણી કરી લેવી જોઈએ અથવા જે તે વિસ્તારના મુસ્લિમ આગેવાનો રાજકીય અને સામાજિક કાર્યકરોએ આગળ આવી મતદાર યાદીની ચકાસણી હાથ ધરી જે નામો કમી થયા હોય તે નામો દાખલ કરવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ નહીં તો સમગ્ર ગુજરાતમાંથી મુસ્લિમ નેતૃત્વ નામશેષ થઈ શકે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.