રાજ્યમાં ભર શિયાળે ડબલ ઋતુ : સવારે ને સાંજે ઠંડીનો માહોલ, જ્યારે બપોરે ગરમી

અમદાવાદ, તા.૨૮
રાજ્યમાં ભર શિયાળે પણ જાણે કે, ડબલ ઋતુ ચાલતી હોય તેમ સમી સાંજથી લઈ વહેલી સવાર સુધી ઠંડીનું જોર જોવા મળે છે અને લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડે છે જ્યારે બપોરે સુરજ તપતા લોકોને ગરમીનો અનુભવ થાય છે ત્યારે આ ડબલ સિઝનને લઈને ભર શિયાળે લોકો ઋતુ પરિવર્તનના ચક્રને સમજી શકતા ના હોય તેવું લાગે છે. એક તરફ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે જેને લીધે ઠંડીનો અનુભવ થાય છે ત્યારે બીજી તરફ બપોરના સમયે સુરજ તપતા ગરમીનો અનુભવ થાય છે. આજે રાજ્યમાં નલિયામાં લઘુતમ તાપમાન ૯.૨ ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં ૯.૬, અમરેલીમાં ૧૦.ર, વલસાડમાં ૧૦.૬, વડોદરામાં ૧૦.૯, અમદાવાદમાં ૧૧, જ્યારે કંડલામાં ૧૧.પ, ડીસામાં ૧૧.૬, મહુવામાં ૧૧.૯ અને રાજકોટમાં લઘુતમ તાપમાન ૧ર.૧ ડિગ્રી રહેવા પામ્યું હતું. જો કે, મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો જોવા મળતા લોકો બેવડી સિઝનનો અનુભવ કરી રહ્યા છે ત્યારે એક તરફ ઠંડી વધવાની શક્યતા છે. આ બધુ જોતા તબીબો સ્વાસ્થ્યની ખાસ સંભાળ લેવાનું જણાવી રહ્યા છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોએ ખાસ ધ્યાન રાખવાનું તબીબો જણાવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks