રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે નવરાત્રી પર્વનો પ્રારંભ

રાજ્યભરમાં નવરાત્રી પર્વનો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે. જે પર્વની ખેલૈયાઓ એક વર્ષથી રાહ જોતા હોય છે તે પર્વ આવી ચઢતાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ દિવસથી ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત તેમજ અનેક જગ્યાએ સીસીટીવી કેમેરાની નજર હેઠળ નવરાત્રીનો  પ્રારંભ થયો છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીના પ્રારંભે મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રવાસન મંત્રી ગણપત વસાવા તેમજ અમદાવાદના મેયર ગૌતમ શાહ, ભાજપના નેતા સુરેન્દ્રભાઈ પટેલ (સુરેન્દ્ર કાકા) સહિતના અનેક અગ્રણીઓ નવરાત્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રાજ્યભરમાં નવરાત્રી પર્વનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks