રાજ્યભરમાં ઠંડીનો ચમકારો : નલિયામાં તાપમાનનો પારો ગગડીને ૭.૮ ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદ, તા.૨૩
રાજ્યમાં ઠંડીના આગમન બાદ ઠંડીએ ધીમે-ધીમે જોર પકડતા મોડે-મોડે પણ શિયાળો જામશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં અનેક સ્થળોએ તાપમાનનો પારો ગગડતા લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. જેમાં નલિયા વાસીઓએ સૌથી વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયામાં ૭.૮ ડિગ્રી જેટલુ નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું જ્યારે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને લીધે લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે જ્યારે વહેલી સવારે અને મોડીરાત્રે લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળે છે તો કેટલીક જગ્યાએ લોકો તાપણા કરતા પણ નજરે પડી રહ્યા છે. ગુરૂવારે રાજ્યમાં અનેક જગ્યાએ તાપમાનનો પારો ગગડી ગયો હતો. નલિયામાં લઘુતમ તાપમાન ૭.૮ ડિગ્રી નોંધાતા લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. જ્યારે કંડલામાં લઘુતમ તાપમાન ૧૨.૬, જામનગરમાં ૧૨.૭, અમરેલીમાં ૧૨.૮, વલસાડમાં ૧૩.૧, ભૂજમાં ૧૩.૪, ગાંધીનગર અને આણંદમાં ૧૩.૮, ડિસામાં ૧૪.૧, અમદાવાદમાં ૧૪.૪, રાજકોટમાં ૧૬.૧ અને વડોદરામાં ૧૭ તેમજ સુરતમાં લઘુતમ તાપમાન ૧૮.૪ ડિગ્રી નોંધાયું હતું. ઠંડીએ જોર પકડતાં જનજીવનમાં પરિવર્તન આવવા પામ્યું છે. મોડીરાત્રી સુધી ધમધમતા બજારોમાં પાંખી હાજરી જોવા મળી રહી છે. લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાઈ રહ્યા છે. જ્યારે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા દેખાઈ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks