રાજ્યમાં બેકાબૂ બનતો સ્વાઈન ફ્લૂ વધુ ૧૦નાં મોત, ર૦૧ નવા કેસ

અમદાવાદ, તા. ૨૫
ગુજરાતભરમાં પણ સ્વાઈન ફ્લુનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કારણે વધુ ૧૦ના મોત થતાં મૃતાંક વધીને ૩૦૦થી પણ ઉપર પહોંચ્યો છે. આંકડો વધીને આજે ૩૦૭ ઉપર પહોંચતા ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. રાજ્યમાં સ્વાઈન ફ્લુના વધુ ૨૦૧ કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ કુલ કેસોની સંખ્યા ૩૮૦૦થી પણ ઉપર પહોંચી છે. આ આંકડો રોકેટગતિએ વધી રહ્યો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના લીધે શુક્રવારના દિવસે ત્રણ અને કચ્છમાં વધુ બેના મોત થયા હતા. આવી જ રીતે જામનગર પાદરામાં એક એક વ્યક્તિના મોત થયા છે. ૨૩ દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર પર છે જ્યારે ૩૧૫ દર્દીઓ સારવાર લીધા બાદ સંપૂર્ણ સ્વસ્થ થઇ ચુક્યા છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગો દ્વારા તમામ પગલા લવામાં આવી રહ્યા હોવા છતાં મોતનો આંકડો અને નવા કેસોનો આંકડો રોકેટગતિએ વધી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં સ્વાઈન ફ્લુની દહેશત અકબંધ રહી છે. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત વિસ્તારોમાં સૌરાષ્ટ્ર વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરત, રાજકોટ, અમદાવાદમાં પણ મોટાપાયે કેસો નોંધાયા છે. સ્વાઈન ફ્લુનો આતંક જારી રહેતા તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. તંત્રના તમામ દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. રાજયના જુદા જુદા શહેરો અને વિસ્તારોમાં મૃત્યુઆંક વધવાનો દોર આજે પણ જારી રહ્યો હતો. તો, સ્વાઇન ફલુના કારણે વધતા જતાં મૃત્યુ આંક વચ્ચે સ્વાઇન ફલુ પોઝીટીવના દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. જ્યારે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે સ્વાઈન ફ્લૂ અટકાયત અને નિયંત્રણ કામગીરી અસરકારક રીતે થઈ રહી હોવાનું જણાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks