રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધી : નલિયામાં લઘુતમ તાપમાન ૮.૬ ડિગ્રી સાથે કોલ્ડવેવ

અમદાવાદ, તા.૧૬
ઉત્તર ભારતમાં ફૂંકાતા ઠંડા પવનો અને કાશ્મીરમાં થયેલ હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ શિયાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવા કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે ંઠંડા પવનો ફૂંકાતા અનેક સ્થળોએ લોકો ધ્રુજી ઉઠ્યા હતા. વહેલી સવારે અને સમી સાંજે રસ્તાઓ સૂમસામ ભાસતા હતા જ્યારે ૮.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાને નલિયાને ઠંડુગાર બનાવી દીધું હતું.
કાશ્મીરમાં થયેલ હિમવર્ષાને પગલે ત્યાં ઠંડીનો પારો માઈનસ ડિગ્રીમાં ગગડી ગયો છે. આ હવામાનની અસર સમગ્ર ઉત્તર ભારતની સાથે ગુજરાતમાં પણ અનુભવાઈ રહી છે. જેને પરિણામે ગુજરાતમાં ઠંડીની તીવ્રતા વધી છે જ્યારે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. લાંબી રાહ જોવડાવ્યા પછી ઠંડીએ પોતાનો અસલી મિજાજ બતાવવા લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. ઠંડીથી બચવા લોકોએ ઠેર-ઠેર તાપણાં કર્યા હતા તો ઠંડા પવનો ફૂંકાતા લોકોએ કામ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું. રાજ્યમાં નલિયામાં લઘુત્તમ તાપમાન ૮.૬ ડિગ્રી જ્યારે ભૂજમાં ૧૧.૪, રાજકોટમાં ૧ર.૬, કંડલામાં ૧૩, વલસાડમાં ૧૩.૧, ડીસામાં ૧૩.૪ અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૪.૭ ડિગ્રી નોંધાયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks