્અમદાવાદ,તા.૨૧
રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં પલટો આવવા પામતા અચાનક જ કચ્છમાં આવેલા નલીયા સહીત અનેક શહેરોના મહત્તમ તાપમાનમા એકથી બે ડીગ્રી સેલ્સીયસ જેટલો નોંધપાત્ર ઘટાડો થવાની સાથે જ સાંજનો સમય શરૂ થવાની સાથે જ વાતાવરણમાં ઠંડા પવનો અનુભવાઈ રહ્યા છે.રાજયમાં આજે સતત બીજા દિવસે કચ્છના નલીયા ખાતે ન્યુનત્તમ તાપમાનનો પારો ૯.૮ ડીગ્રી સેલ્સીયસ નોંધાવા પામતા નલીયા રાજયનુ સૌથી ઠંડુ શહેર રહેવા પામ્યુ હતુ.હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર,રાજયના અનેક વિસ્તારોમાં આવનારા એકથી બે દિવસની અંદર રાત્રીના તાપમાનમાં હજુ વધુ ઘટાડો થઈ શકે છે.રાજયમાં આ વખતે સાર્વત્રિક વરસાદ બાદ જોઈએ એટલી ઠંડીનો અનુભવ લોકોને થઈ શકતો ન હતો.એવામા અચાનક જ છેલ્લા કેટલાક દિવસોથી રાજયના હવામાનમા એકાએક પલટો આવતા રાજયમાં અમદાવાદ શહેર સહિત અનેક શહેરોના રાત્રીના તાપમાનમા એકથી બે ડીગ્રી સેલ્સીયસ જેટલો ઘટાડો નોંધાવા પામ્યો છે.રાજયના સરહદી જિલ્લા એવા કચ્છના નલીયા ખાતે સૌથી ઓછુ તાપમાન નોંધાવા પામ્યુ હતુ.સોમવારે રાજયમાં ન્યુનત્તમ તાપમાન ૧૩.૪ ડીગ્રી સેલ્સીયસ નોંધાવા પામ્યુ હતુ.
નલીયામાં સતત આજે બીજા દિવસે પણ તાપમાનનો પારો ૯.૮ ડીગ્રી સેલ્સીયસ ઉપર રેકોર્ડ થવા પામ્યો હતો.કચ્છના ભૂજ ખાતે ન્યુનત્તમ તાપમાન સોમવારે ૧૫ ડીગ્રી સેલ્સીયસ નોંધાવા પામ્યુ હતુ.અમદાવાદ શહેરમાં પણ રાત્રીના સમયે તાપમાન ૧૭.૬ ડીગ્રી સેલ્સીયસ પર મંગળવારે તાપમાનનો ન્યુનત્તમ પારો નોંધાવા પામ્યો હતો. ડીગ્રી સેલ્સીયસ નોંધાવા પામતા વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી.આ મોસમમાં સૌ પ્રથમ વખત રાજયમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં લોકોએ ઠંડીનો ચમકારો અનુભવતા હવે લોકોે ગરમ કપડા પહેરીને સવારના સમયે બહાર નીકળવા મજબુર બન્યા છે.હવામાન વિભાગે અમદાવાદ શહેરમા આવતીકાલે બુધવારે પણ ન્યુનત્તમ પારો વધુ નીચે જવાની આગાહી કરવામા આવી છે.
તાપમાનનો મિજાજ
સ્થળ લઘુત્તમ તાપમાન
અમદાવાદ ૧૭.૬
ડિસા ૧૭.૪
ગાંધીનગર ૧૬.૭
ઇડર ૧૯.૩
સુરેન્દ્રનગર ૧૬.૮
વડોદરા ૧૮.૩
સુરત ૨૦.૧
વલસાડ ૧૪.૧
અમરેલી ૧૫.૩
રાજકોટ ૧૪.૭
નલિયા ૯.૮
કંડલા ૧૪.૯
ભુજ ૧૪