અમદાવાદ,તા.રર
રાજ્યમાં ચોમાસાની સીઝનમાં પ્રારંભથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ વિરામ પર ગયેલા મેઘરાજાએ ગઈકાલથી રાજયના અનેક સ્થળોએ ફરી એન્ટ્રી મારી છે. રાજયના ર૦૦ તાલુકઓમાં છેલ્લા ૪૮ કલાકમાં ઝરમરથી લઈ ૭ ઈંચ જેટલ વરસાદ નોંધાયો છે. આમ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પાસેથી મળતા અહેવાલો મુજબ મંગળવાર સવાર સુધી પુરા થતાં ચોવીસ કલાક દરમ્યાન મૂળ તાલુકામાં ૮૭ મી.મી. વઢવાણમાં ૯પ મી.મી. હળવદ ૯૦ મી.મી. કેશોદમાં ૭૪ મી.મી. વિસાવદરમાં ૭૮ મી.મી. ગીર-ગઢડામાં ૯૦ મી.મી. તળાજામાં ૮૩ મી.મી. ગઢડામાં ૧૬૯ મી.મી. જૂનાગઢના માંગરોળમાં ૧૬૪ મી.મી. વેરાવળમાં ૧૦૧ મી.મી. લખતરમાં પ૩ મી.મી. વંથળીમાં ૬ર મી.મી. કોડીનારમાં ૬૪ મી.મી. ઉનામાં ૬પ મી.મી. ચોટીલામાં ૪૮ મી.મી. ઉપરાંત સૌરાષ્ટ્રને બાદ કરતા અન્ય વિસ્તારોમાં નોંધાયેલ મુખ્યત્વે વરસાદના આંકડાને જોઈએ તો સુરત જિલ્લાના તાલુકાઓમાં માંગરોળ-૬૩ મી.મી. નવસારી જિલ્લાના તાલુકાઓમાં ચીખલી પ૯ મી.મી. તો ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં હાંસોટ-પ૭ મી.મી. તથા વલસાડ જિલ્લાના તાલુકાઓમાં વલસાડ પર મી.મી. અને વાપી ૪૬ મી.મી. તો પારડી ૪પ મી.મી. વરસાદ નોંધાયેલ છે. છોટા ઉદેપુર જિલ્લાના તાલુકાઓમાં બોડેલી ૬ર મી.મી. બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓમાં લાખાની ૩૯ મી.મી. વાવ ૩૮ મી.મી. ધાનેરા ૩૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે સાબરકાંઠા જિલ્લાના તાલુકાઓમાં ઈડર ૩૮ મી.મી. વરસાદ નોંધાયેલ છે. જયારે આણંદ જિલ્લાના તાલુકાઓમાં તારાપુર ૩૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે. આ સિવાય રાજયના અન્ય વિસ્તારોમાં ઝરમર ઝાપટાથી લઈ એકાદ ઈંચ સુધીનો વરસાદ નોંધાયેલ છે. આમ છેલ્લા ર૪ કલાકમાં રાજયના આશરે ર૦૦ તાલુકાઓમાં મેઘરાજાએ મહેર વરસાવતા જગતનો તાત ખુશખુશાલ જણાય છે. આ લખાઈ રહ્યું છે ત્યારે રાજકોટ શહેર સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યાના અહેવાલ સાંપડયા છે. સાંજના સુમારે રાજકોટ શહેરમાં ૧ કલાકમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. આમ રાજયના મોટા ભાગના સ્થળોએ કયાંક ધીમીધારે તો કયાંક ધોધમાર મેઘમહેર થઈ રહી છે.