રાજ્યના હજારો વિદ્યાર્થીઓ પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિના લાભથી વંચિત રહે તેવી શક્યતા

નડિયાદ,તા.૧૭
ગુજરાતમાં જયારથી કેન્દ્ર સરકારની પ્રિ-મેટ્રીક શિષ્યવૃતિ આપવાની કામગીરી શરૂ થઈ છે. ત્યારથી લઈ આજદીન સુધી વિદ્યાર્થીઓને કોઈને કોઈ પ્રશ્ને શિષ્યવૃતિ ન મળે તેવા પ્રયત્નો થતા હોવાની ચર્ચાઓ જોવા મળે છે. આ વર્ષે પણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આ શિષ્યવૃતિથી વંચિત રહેવાની શકયતાઓ સરકારી બાબુઓની બેદરકારીના કારણે હાલમાં જણાય રહી છે. જો આ બાબતે તરત યોગ્ય પગલાં નહીં લેવાય તો વિદ્યાર્થીઓના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ જશે. તેવું લાગી રહ્યું છે. કેન્દ્ર સરકારની પ્રિ-મેટ્રીક શિષ્યવૃતિ ધોરણ-૧થી ૧૦મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓન લાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. પ્રાથમિક બંને માધ્યમિક વિભાગ અને પ્રથમ વખત આ શિષ્યવૃતિ મેળવનાર વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નથી. પરંતુ રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે હાલમાં સમસ્યા ઉભી થઈ છે. ગુજરાતમાં વિવિધ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓએ ધો.૮ સુધી રિન્યુઅલ વિદ્યાર્થી તરીકે ફોર્મ ભર્યા હોય એટલે ધોરણ ૯માં પણ તેણે રિન્યુઅલ તરીકબે ફોર્મ ભરવાનો નિયમ છે. રાજયમાં હજારો વિદ્યાર્થીઓ ધો.૯મા આવ્યા બાદ આ શિષ્યવૃતિ મેળવવા રિન્યુઅલ ફોર્મ ભરવા જાય છે. ત્યારે તેઓની અરજી નિષ્ફળ જાય છે. કેમ કે વિદ્યાર્થી ધોરણ ૮ સુધી પ્રાયમરી શાળામાં અભ્યાસ કરતા હોય અને ધોરણ ૯મા શાળામાં અભ્યાસ કરાવ ગયો હોય એટલે શાળા બદલાયેલ હોય શાળાનું નામ બદલાયેલ હોવાથી સોફટવેર સિસ્ટમ દ્વારા રિન્યુઅલ ફોર્મ સ્વીકારતું નથી છેલ્લા ૧૦ દિવસથી આવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ તેઓ સફળ થયા નથી. સરકારી તંત્રએ સોફટવેરમાં એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે ધો-૮ પછી અને ધોરણ-૯ પછી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ જેઓ તેઓના રોજી-રોટીના કારણે કે કેટલાક કારણોસર શાળા બદલવામાં આવેલ હોય તો તેઓ ફોર્મ ભરી શકે અને આવા કારણોસર અત્યાર સુધી શિષ્યવૃતિ મેળવનારા હજારો વિદ્યાર્થીઓએ શિષ્યવૃતિના લાભથી વંચિત રહે તેવી શકયતા છે. ઘણા વિદ્યાર્થીઓ રિન્યુઅલ ફોર્મ ન ભરવાથી શિષ્યવૃતિથી વંચિત રહે તે બીકે ફ્રેશ ફોર્મ ભરી આ શિષ્યવૃતિ મેળવવા ફોર્મ ભરવા પ્રયત્ન કરે છે પણ તેઓનું ફ્રેશ પણ ભરાતું નથી ફોર્મ તો ભરાય પણ જયાં બેન્ક એકાઉન્ટ નંબર નાખે એટલે તરત જ એરર આવી જાય છે અને અગાઉ તમારા ખાતામાં શિષ્યવૃતિ જમા થયેલ છે એટલે કે એકાઉન્ટ નંબર રિન્યુઅલ ફોર્મ ભરેલ તેમ દર્શાવે છે. કેટલાક વિદ્યાર્થીઓના માંડ ફોર્મ ભરાય છે ત્યારે ફોર્મ શાળાઓમાં જમા કરાવતી વખતે કેટલીક શાળાઓ આવક અગેનું સેલ્ફ ડેકલરેશન માન્ય નહીં રાખી ફરજિયાત મામલતદાર કે સંબંધિત અધિકારીનું આવકના દાખલા સામેલ ન કરે ત્યાં સુધી ફોર્મ સ્વીકારતા નથી. જિલ્લા કચેરીથી શાળાઓને જાણ કરતા પરિપત્ર કર્યા હોવા છતાં બિનજરૂરી પ્રશ્નો ઉભા કરાતા વાલીઓ વિદ્યાર્થીઓ વધુ મૂંઝવણ અનુભવે છે. વહેલી તકે આ કેન્દ્ર સરકારની પ્રિ-મેટ્રીક શિષ્યવૃતિના પ્રશ્નો હલ થાય તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં માગ ઉઠવા પામી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks