અમદાવાદ, તા.રપ
ગુજરાત સરકાર રાજ્યની એક લાખ આંગણવાડી વર્કર બહેનોનું કારમું શોષણ કરે છે. વર્કરને રૂા.પપ૦૦ અને હેલ્પરને માત્ર રૂા.ર૮૦૦ પગારરૂપે આપવામાં આવે છે. આથી આંગણવાડી બહેનો આ અન્યાયના વિરોધમાં નવરાત્રી બાદ તા.૩ ઓકટોબરથી ગુજરાતના તમામ જિલ્લામાં આંદોલન શરૂ કરશે અને તા.પમીએ અમદાવાદ તથા ૮મીએ રાજકોટમાં મોટી સંખ્યામાં બહેનો ઉપવાસ ઉપર બેસી જશે છતાં ગુજરાત સરકાર વાટાઘાટો દ્વારા પ્રશ્નો નહીં ઉકેલે તો વડાપ્રધાનના કાર્યક્રમ સમયે દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય મહામંત્રી કૈલાસબેન રોહિત, ભારતીબેન મકવાણા તથા ઉપપ્રમુખ નસીમબેન મકરાણીએ જણાવ્યું છે કે, ગુજરાત સરકાર એક લાખ આંગણવાડી વર્કર બહેનોનું કારમું શોષણ કરે છે. અન્ય રાજ્યો દિલ્હી, કેરળ, ત્રિપુરા, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા કર્ણાટક, તામિલનાડુ સહિતના રાજ્યોમાં પગારો ૮થી ૧૦ હજાર કરાયો છે. મહારાષ્ટ્રમાં ૧ર દિવસથી હડતાળ ચાલુ છે. સરકાર ૭ હજારનો પગાર ઓફર કરી ચૂકી છે. ગુજરાત સરકાર સમક્ષ પગાર વધારો, નિવૃત્તિ વય મર્યાદા, ગ્રેજ્યુઈટી, પેન્શન સહિતના પ્રશ્ને રજૂઆત કરી ચૂકી છે. કરોડો રૂપિયાના તાયફા યોજના, કાર્યક્રમો યોજાય છે. પરંતુ પાયાનું કામ કરતી બહેનોને ન્યાયી વેતન આપવાનો પણ ઈન્કાર કરાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા કુપોષણ સામે વિશ્વની સૌથી મોટી યોજના સમાન આઈસીડીએસ યોજનાને ખતમ કરવા માંગે છે. સુપ્રીમકોર્ટના હુકમ છતાં ભ્રષ્ટાચાર આચરવા માટે, ગરમ નાસ્તાને બદલે ચોક્કસ કંપનીના ન ખાઈ શકાય તેવા પેકેટ ફૂડ તથા કેશટ્રાન્સફરના કરવાનો નિર્ણય કરેલ છે. ખાનગી સંસ્થા કંપનીઓને સોંપવા માંગે છે. આથી આંગણવાડી બહેનો આ અન્યાય સહન નહીં કરે.